આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, 20મી સુધી અહીં જ રોકાશે

|

Apr 18, 2022 | 7:28 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પગલે ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનના પગલે તેમની કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, 20મી સુધી અહીં જ રોકાશે
Pm Modi (File Photo)

Follow us on

વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેમના ગુજરાત (Gujarat) પ્રવાસ પણ વધારી દીધા છે.  PM MODI 18 થી 20 એપ્રિલ, 2022 દરમિયાન ગુજરાતનીમુલાકાતે આવશે. 18મી એપ્રિલે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન ગાંધીનગરમાં (Gandhinagar) શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે 9.40 કલાકે તેઓ બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પછી, લગભગ 3.30 વાગ્યે, તેઓ જામનગરમાં(Jamnagar) WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન 20 એપ્રિલના રોજ ગાંધીનગરમાં લગભગ 10:30 વાગ્યે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પછી, બપોરે 3.30 વાગ્યે, તેઓ દાહોદમાં(Dahod) આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન 18 એપ્રિલે સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. કેન્દ્ર દર વર્ષે 500 કરોડથી વધુ ડેટા સેટ એકત્રિત કરે છે. અને વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી શિક્ષણ પરિણામોને વધારવા માટે વ્યાપક ડેટા વિશ્લેષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ રીતે તેનું વિશ્લેષણ કરે છે. આ કેન્દ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરીને ટ્રેક કરવામાં મદદ કરે છે, વિદ્યાર્થીઓના શીખવાના પરિણામનું કેન્દ્રિય સંક્ષિપ્ત અને સામયિક મૂલ્યાંકન કરે છે. શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વિશ્વ બેંક દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓમાંની એક તરીકે વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવી છે અને અન્ય દેશોને તેના વિશે જાણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

દાહોદના આદિજાતિ મહાસંમેલનમાં વડાપ્રધાન

વડા પ્રધાન દાહોદમાં 20 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 22,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કોન્ફરન્સમાં 2 લાખથી વધુ લોકો આવવાની આશા છે. વડાપ્રધાન 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ પ્રદેશમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજના, વડાપ્રધાન આશરે રૂ. 335 કરોડના દાહોદ સ્માર્ટ સિટીના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસી લોકોને 120 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહ, આંગણવાડી અને અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન દાહોદમાં ઉત્પાદન એકમ ખાતે 9000 HP ઈલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન માટે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.  આ ઉપરાંત વડાપ્રધાન લગભગ રૂ. 550 કરોડના મૂલ્યના રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં અંદાજે રૂ. 300 કરોડના પાણી પુરવઠાને લગતા પ્રોજેક્ટ, રૂ. 175 કરોડના દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, દુધીમતી નદી પ્રોજેક્ટને લગતા કામો, ઘોડિયા ખાતે ગેટકો સબસ્ટેશન સહિત અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

PM MODI 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે 9.40 કલાકે રાષ્ટ્રને સમર્પિત કરશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ હશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા પ્રોસેસ્ડ બટાકાની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે, જે અન્ય ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે

19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે. આથી આ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે. જેને લઈને ઈન્સ્ટિટયુટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડાયેરકટર ડૉ.અનુપ ઠાકર ઈત્રની તમામ ટીમ દ્વારા વિશેષ કાર્યકમના આયોજન માટે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

  1. 18 એપ્રિલે સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે પીએમ મોદી
  2. 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે પીએમ મોદી
  3. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે પીએમ મોદી
  4. 18 એપ્રિલે રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે
  5. 19 એપ્રિલે સવારે પીએમ મોદી બનાસકાંઠા જશે
  6. બનાસકાંઠા ના દિયોદર માં બનાસ ડેરીના પ્લાન્ટ નું લોકાર્પણ કરશે પીએમ મોદી
  7. મહિલા પશુપાલકોને સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે
  8. 19 એપ્રિલે બનાસકાંઠા બાદ જામનગર પહોંચશે પીએમ મોદી
  9. જામનગરમાં WHO ના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્ર નું ભૂમિપૂજન કરશે પીએમ મોદી
  10. WHOના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી, પણ હાજર રહેશે
  11. 19 એપ્રિલે રાત્રે ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે પીએમ મોદી
  12. 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે
  13. આયુષ મંત્રાલયની 2 દિવસીય કોંફરન્સ નું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી
  14. બપોર બાદ દાહોદ માં આદિવાસી સંમેલન ને સંબોધન કરશે પીએમ મોદી
  15. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે જ દિલ્લી રવાના થશે પીએમ મોદી

આ પણ વાંચોઃ સુરત: રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ચાર શખ્સો ઉધના પોલીસના હાથે ઝડપાયા

આ પણ વાંચોઃ Sabarkantha: ઈડર વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરી થતા ફરીયાદ, 2 સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:41 am, Mon, 18 April 22

Next Article