
Weather Update: રાજ્યમાં હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં વરસાદની (Rain) કોઈ જ શકયતા નથી અને મોટા ભાગના શહેરોનું તાપમાન પણ મહત્તમ 30 ડિગ્રી ઉપર જ રહેશે તેથી બફારો (Humidity) અનુભવાઈ શકે છે. ધીરે ધીરે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે જોકે બફારનું પ્રમાણ એકળાવી શકે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદનું પ્રમાણ ન હોવાને કારણે બાફનો અનુભવ થઈ શકે છે.
રાજ્યમાં મહાનગર અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જોકે 77 ટકા ભેજની સાથે સાથે વાદળછાયા વાતાવરણથી બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહત્તમ 33 તાપમાન ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. 68 ટકા ભેજ સાથે વરસાદની બિલકુલ શક્યતા નથી. તો આણંદમાં ભેજ 75 ટકા જેટલો રહેશે અને વરસાદની શકયતા નથી. જોકે શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.
પ્રાથમિક અનુમાન મુજબ ભરૂચમાં (Bharuch) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વરસાદની બિલકુલ શક્યતા નથી જોકે 75 ટકા ભેજને કારણે બાફ અનુભવાશે તો ભાવનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. બોટાદમાં પણ મેઘરાજા વરસે તેવી કોઈ શક્યતા નથી. તો છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે અહીં વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ડાંગમાં પડશે વરસાદી ઝાપટાં
દાહોદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં 87 ટકા જેટલા ભેજ સાથે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટાં પડી શકે છે. તો દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થઈ શકે છે.હ્યુમિડિટીનું પ્રમાણ 72 ટકા રહેશે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો અહીં પણ 72 ટકા ભેજ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જયારે ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બફારાનું પ્રમાણ 82 ટકા જેટલું રહેશે તેમજ વાતાવરણ વાદળછાયું રહેશે. તો જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે જૂનાગઢમાં (Junagadh) મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેમજ વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની કોઈ શકયતા નથી.
આવતીકાલે કચ્છનું (Kutch) વાતાવરણ એકદમ ચોખ્ખુ રહેશે. જિલ્લાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ ભેજનું પ્રમાણ 74 ટકા જેટલું રહેશે. તો ખેડામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. 75 ટકા ભેજ સાથે અહીં વરસાદની શકયતા નથી.
મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. અને અહીં વરસાદની શક્યતા નથી. તો મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 77 ટકા જેટલું રહેશે. તો મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણા તેમજ મોરબીમાં આવતીકાલે વરસાદની બિલકુલ શક્યતા નથી.
નર્મદા (Narmada) જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વરસાદી ઝાપટાની આંશિક શકયતા છે જ્યારે નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વરસાદી ઝાપટા સાથે ભેજનું પ્રમાણ 82 ટકા જેટલું રહેશે. જ્યારે પંચમહાલમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. પોરબંદરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.
જયારે રાજકોટમાં (Rajkot) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં (Sabarkantha) મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 81 ટકા હ્યુમિડીટી સાથે વાદળછાયા વાતાવરણમાં બફારાનો અનુભવ થશે. જ્યારે સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વાદલછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 67 ટકા જેટલું રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અને વરસાદી ઝાપટા પલાળી શકે તેવી શકયતા છે તો વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 40 ટકા જેટલી છે અને ભેજનું પ્રમાણ 83 ટકા રહેશે આથી બફારો અકળાવી શકે છે.