Porbandar : કુતિયાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

|

Jul 25, 2021 | 4:18 PM

જેમાં પોરબંદરના કુતિયાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે વરસાદ પડતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

ગુજરાતના હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વરસી રહી છે. તેવા સમયે પોરબંદર(Porbandar) માં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરના કુતિયાણા(Kutiyana) માં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે વરસાદ પડતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગુજરાતના 147 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 26 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં નવું નીર આવ્યું છે.

આ પણ વાંચો : જાતિવાચક શબ્દો બોલવા ‘બબીતા’ને પડી ગયા ભારે, Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો : Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા

Published On - 4:06 pm, Sun, 25 July 21

Next Video