PORBANDAR : અનોખી દેશદાજ, દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

PORBANDAR : અનોખી દેશદાજ, દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

| Edited By: | Updated on: Aug 15, 2021 | 11:50 AM

પોરબંદરના દરિયામાં ઉછળતા તોફાની મોજા વચ્ચે શ્રીરામ સ્વિમિંગ ક્લબના યુવાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.

PORBANDAR : આજે 15 ઓગષ્ટ આઝાદીના પર્વ નિમિત્તે પોરબંદરમાં દરિયાના મોજા વચ્ચે અનોખી દેશદાજ જોવા મળી. પોરબંદરના દરિયામાં ઉછળતા તોફાની મોજા વચ્ચે શ્રીરામ સ્વિમિંગ ક્લબના યુવાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.દરિયો થોડો તોફાની હતો, પરંતુ સ્વિમિંગ ગ્રૂપના સભ્યોને પ્રેક્ટિસ હોવાથી દરિયામાં તિરંગો લહેરાવવામાં કોઈ સમસ્યા ન નડી.શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યો પાછલા 21 વર્ષથી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે દરિયામાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન કરીને સલામી આપે છે.આ કાર્યક્રમમાં દર વર્ષે મહિલાઓ અને યુવાનો પણ જોડાય છે.

આ પણ વાંચો : JUNAGADH : ઉજ્જવલા યોજના 2.0 માં રાજ્યમાં 5 લાખ મફત LPG કનેક્શન આપવામાં આવશે, CM રૂપાણીએ કરી જાહેરાત