Gujarat Monsoon 2022: ગુજરાતના 181 તાલુકામાં વરસાદ, 50 તાલુકાઓ નોંધપાત્ર વરસાદ, હવે વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર આજથી એટલે કે 17 જુલાઇથી રાજ્યમાં વરસાદનું (Rain) જોર ઘટશે. હવામાન વિભાગે જણાવ્યુ કે હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.

Gujarat Monsoon 2022: ગુજરાતના 181 તાલુકામાં વરસાદ, 50 તાલુકાઓ નોંધપાત્ર વરસાદ, હવે વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદ ઘટ્યો
| Edited By: | Updated on: Jul 17, 2022 | 11:03 AM

ગુજરાતમાં (Gujarat) તોફાની બેટિંગ બાદ અંતે મેઘરાજા (Monsoon 2022) હવે થોડા શાંત થયા છે. રાજ્યમાં વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. શનિવારે રાજ્યના 50 તાલુકાઓમાં જ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણાના જોટાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યના દરેક જિલ્લાને રેડ એલર્ટમાંથી હટાવી દેવાયા છે. હવામાન વિભાગે માત્ર સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.

50 તાલુકામાં જ નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  જે પૈકી 50 તાલુકાઓમાં જ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણાના જોટાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસ્યો માંડ 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજથી એટલે કે 17 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે જણાવ્યુ કે હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે. જો કે ગુજરાત પર ડિપ્રેશનની અસર નહીં થાય. ફક્ત સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડશે. આજે પોરબંદર, જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના છે. સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

તમામ જિલ્લા રેડ એલર્ટ પરથી હટાવાયા

જો કે હવે રાજ્યમાં વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પર એક પણ જિલ્લો ન હોવાથી બચાવ કામગીરીમાં પણ તંત્રને રાહત મળશે.

મહત્વનું છે રાજ્યમાં અત્યાર સુધીમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે રાજ્યના જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યમાં મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 27 જળાશયો એવા છે કે જે 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે 41 ટકા ડેમ 70 ટકાથી 100 ટકા જેટલા ભરાયા છે. તો 29 ડેમ એવા છે જે 50 ટકાથી 70 ટકા જેટલા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 1 લાખ 69 હજાર મિલિયન ક્યુબિક ફીટ જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3 લાખ મિલિયન ક્યુબિક ફીટથી વધુ જળસંગ્રહ થયો છે.

Published On - 9:59 am, Sun, 17 July 22