Porbandar: તહેવારો નજીક છે એ પહેલા પોરબંદરની બજારોમાં મંદીનો માહોલ છે. પોરબંદરના ખાદી ઉદ્યોગને તાળા મારવા પડે તેવી સ્થિતિ છે. તો કાપડ ઉદ્યોગમાં પણ આવકમાં ધરખમ ઘટાડાની વેપારીઓ ફરીયાદ કરી રહ્યાં છે. ત્યારે પોરબંદરને ડેડ સીટી બનતું અટકાવવા અને વિકાસની ગાડી પાટે ચડાવવાની ઉઠી માંગ છે.
પોરબંદરના બજારમાં ચિંતાનો માહોલ છે.આ અંગે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદર શહેરની ચિંતા કરતો પત્ર લખ્યો છે.આ પત્ર અર્જુન મોઠવાડિયાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પેટેલને લખ્યો છે.આ પત્રમાં અર્જુન મોઢવાડિયાએ પોરબંદરને ડેડ સીટી બનતું અટકાવવા અને વિકાસની ગાડી પાટે ચડાવવાની માગ કરી છે.આ પત્રમાં પોરબંદરના વિકાસ અને રોજગારી સર્જન માટેના સૂચનો પણ લખવામાં આવ્યા છે.
मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी को पत्र लिख के,
पोरबंदर के विकास और रोजगार सृजन के लिए कुछ जरूरी सूचन दिए।
आशा रखता हूँ पोरबंदर के लोगों के हित में मुख्यमंत्री श्री उन सूचनो पर ध्यान देकर जरुरी कार्यवाही करेंगे। pic.twitter.com/Q5T8uzjROj
— Arjun Modhwadia (@arjunmodhwadia) October 19, 2021
રાજ્ય સરકારે ખાદી ભંડારોને અપાતું વળતર બંધ કરી દેતાં પોરબંદરમાં ખાદી ઉદ્યોગને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભૂતકાળમાં રાજ્ય સરકાર તરફથી ખાદીમાં 50 ટકા વળતર આપવામાં આવતું હતું.. જેમાં ઘટાડો કરીને 25 ટકા વળતર કરાયું હતું.. ખાદી ભંડારના સંચાલકોને આશા હતી કે આ વર્ષે પણ સરકાર 25 ટકા વળતર ચૂવકશે પણ રાજ્ય સરકારે વળતર આપવાની જ ના પાડી દેતા ખાદી ભંડારના સંચાલકો ચિંતામાં મૂકાયા છે.. તેમની માગણી છે કે સરકાર વળતર ચૂકવે.નહીં તો ખાદી ભંડારો બંધ કરવા પડશે.
પોરબંદરમાં તહેવાર પહેલા જ બે મોટી કંપની બંધ થઈ ગઈ છે.જેના પગલે બજારમાં મંદી જોવા મળી રહી છે… સાથે માંગ ઉઠી રહી છે કે, ઉદ્યોગોને પ્રોત્સાહન સરકાર આપે તેવી માગ ઉઠી છે..ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ દ્વારા પણ સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.અનેક ઉદ્યોગો કે, જે પોરબંદરમાં ધમધમતા હતા તે ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે.
બીજી તરફ પોરબંદરની બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવાર હોવા છતા મુખ્ય બજારો ખાલી જોવા મળી રહી છે.. આ અંગે વેપારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે વેપારીઓ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ જતી રહી છે.બીજી તરફ આવકમાં ઘટાડો થયો છે અને મોંઘવારી વધી છે જેના પગલે લોકો રૂપિયા ખર્ચ કરવામાં ડરી રહ્યા છે જેની સીધી અસર વેપારીઓને થઈ રહી છે.
પોરંબદરમાં દિવાળી પહેલા તેજી આવે તે માટે જરૂરી છે કે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવે. નહીંતર આ વખતે પોરંબદરવાસીઓની દિવાળી બગડે તેવા આસાર વર્તાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી, પાંચ દરવાજા ખોલવામાં આવ્યા
આ પણ વાંચો : અમદાવાદનાં આંગણે રચાશે ઈતિહાસ, એક સાથે 72 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા