Porbandar : કહેવાતા RTI એક્ટિવિસ્ટ સામે નોંધાઈ ખંડણીની સહિતની બે ફરિયાદ

|

Oct 09, 2022 | 7:56 AM

ધમકી આપીને બાંધકામ વિરૂદ્ધ અરજી ન કરવા માટે તથા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ રાખવા માટે પ્રફૂલ દતાણીએ ફોર વ્હિલર તથા રૂ. 10 લાખની ગેરકાયદેસર  માંગણી કરી હતી, પરંતુ બિલ્ડરે પ્રફુલને કાર તથા રૂપિયા આપવાની ના પાડતા, પ્રફુલે બિલ્ડરને જાનથી મારી નાખવાની ચીમકી આપી હતી. ત્યાર બાદ બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

Porbandar : કહેવાતા RTI એક્ટિવિસ્ટ સામે નોંધાઈ ખંડણીની સહિતની બે ફરિયાદ
પોરબંદરમાં કહેવાતા આરટીઆઇ એક્ટિવિસ્ટે કરી ખંડણીની માંગણી

Follow us on

પોરબંદરમાં  (Porbandar) કહેવાતા RTI એક્ટિવિસ્ટ પ્રફુલ દતાણી વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. અગાઉ આરોપી વિરૂદ્ધ પોરબંદરના ટીપી કમિટીના ચેરમેન   કેશુભાઈ બોખીરીયા પાસે 40 લાખની ખંડણી  માંગવાના મુદ્દે શખ્સને જેલ હવાલે કરાયો છે. અત્યાર સુધી આ આરોપી સામે 8 ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં  (police station) બિલ્ડર યુસુફ પૂજાણીએ, RTI એક્ટિવિસ્ટ પ્રફુલ દતાણી સહિત 3 ઈસમો સામે 10 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. તો બીજા બાંધકામ બાબતે ચેતન ગોવિંદ પરમારે કહેવાતા RTI એક્ટિવિસ્ટ પ્રફુલ દતાણી સામે રૂ.15 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આ આરોપીએ એક પત્રકાર (Journalist ) ઉપર પણ હુમલો કર્યો  હતો. આરોપીને જ્યારે મીડિયા સામે લાવવામાં આવ્યો ત્યારે આરોપી પ્રફૂલ દંતાણી ઉગ્ર થઈ ગયો હતો  અને રિપોર્ટર તથા કેમેરામેન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વધુ એક ગુનો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

પોરબંદરના મેમણવાડમાં રહેતા યુસુફ મહમદભાઈ પૂંજાણી નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પ્રફુલ દત્તાણીએ   યુસુફભાઈ નામના બિલ્ડરની ગાયવાડી દેનાબેંક સામે બનતી બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહીને  ધમકી આપી હતી કે હું તથા સલીમ યુસુફ સૂર્યા અને દિલીપ ભૂરા મોઢવાડીયા સાથે મળી બિલ્ડિંગના બાંધકામ વિરૂદ્ધ અરજી કરીને બિલ્ડીંગનું કામકાજ બંધ કરાવી દઈશું. આમ ધમકી આપીને  બાંધકામ વિરૂદ્ધ અરજી ન કરવા માટે તથા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ રાખવા માટે પ્રફૂલ દતાણીએ  ફોર વ્હિલર તથા   તથા રૂ. 10 લાખની ગેરકાયદેસર  માંગણી કરી હતી, પરંતુ બિલ્ડરે પ્રફુલને કાર તથા રૂપિયા આપવાની ના પાડતા, પ્રફુલે બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Next Article