પોરબંદર: કોસ્ટગાર્ડ અને NCB એ ઇરાની બોટ અને 15 શખ્સને કર્યાં પોલીસને હવાલે

|

Jul 24, 2022 | 5:51 PM

બોટ ગુજરાતના સમુદ્રમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહી હોવાની માહિતીના આધારે કોસ્ટગાર્ડ અને એન.સી.બી.એ સયુંકત ઓપરેશન કરી પોરબંદર (Porbanadar) લાવવામાં આવ્યા હતા. કલાકોની તપાસ બાદ કોસ્ટગાર્ડ દ્વારા બંને બોટ અને 15 શખ્સને પોરબંદર પોલીસને સોંપવામાં આવ્યા છે.

પોરબંદર: કોસ્ટગાર્ડ અને NCB એ ઇરાની બોટ અને 15 શખ્સને કર્યાં પોલીસને હવાલે
Porbandar: Coastguard, NCB hand over Iranian boat and 15 men to police

Follow us on

પોરબંદરમાં (Porbandar) બે દિવસ પહેલા એન.સી.બી.ને ઈરાની બોટમાં ગેરકાનૂની વસ્તુ હોવાનું અને બોટ ગુજરાતના સમુદ્રમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહી હોવાની માહિતીના આધારે કોસ્ટગાર્ડ અને NCB એ સયુંકત ઓપરેશન કરી પોરબંદર લાવવામાં આવ્યા હતા. કલાકોની તપાસ બાદ કોસ્ટગાર્ડ દ્રારા બંને બોટ અને 15 શખ્સને પોરબંદર પોલીસને સોંપવામાં આવ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડ અને એન.સી.બી.ના સયુંકત ઓપરેશનમાં કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા કોસ્ટગાર્ડ દ્વારા બંને ઈરાની બોટ અને 15 શખ્સને પોરબંદર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ મુદ્દે પોલીસે સીમા ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બે દિવસ પહેલા એન.સી.બી.ને ઈરાની બોટમાં ગેરકાનૂની વસ્તુ હોવાનું અને બોટ ગુજરાતના સમુદ્રમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહી હોવાની માહિતીના આધારે કોસ્ટગાર્ડ અને એન.સી.બી.એ સયુંકત ઓપરેશન કરી પોરબંદર લાવવામાં આવ્યા હતા. કલાકોની તપાસ બાદ કોસ્ટગાર્ડ દ્વારા બંને બોટ અને 15 શખ્સને પોરબંદર પોલીસને સોંપવામાં આવ્યા છે. 22 જુલાઈના રોજ બે ઈરાની ફિશિંગ બોટ પાસ પરમીટ વગર ફિશિંગ કરતા હતા.

જેની કોસ્ટગાર્ડ દ્વારા ઇન્કવાયરી કરી બન્ને બોટ અને 15 ઈરાની માણસો પોલીસને સોંપી આપતા પોલીસે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં MZI અને ફોરેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોરબંદર એસ.ઓ.જી. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડ અને એન.સી.બી.ના સયુંકત ઓપરેશનમાં બન્ને એજન્સીઓ એ ઝીણવટ ભરી તપાસ કરી, પરંતુ કોઈ વસ્તુ હાથ નહીં લાગતા હવે પોલીસને સમગ્ર મામલાની તપાસ સોંપી ગેરકાયદે ઘુસણખોરીનો ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો

23 જૂલાઇના  રોજ ઝડપાઈ હતી બોટ

કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે ઈરાની જહાજની તપાસ હાથ ધરી હતી અને  શંકાસ્પદ જહાજને જેટી પર લાંગરવામાં આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો  હતો તે સમે શંકા હતી કે બોટમાં  ડ્રગ્સ હોઈ શકે છે જેના પગલે  આ તપાસમાં NCB પણ જોડાઈ હતી. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી હતી, પરંતુ બોટમાં ડ્રગ્સ મળ્યું નથી અને 15 લોકોની પૂછપરછ  તેમજ આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

Next Article