Porbanadar: ડબલ ટ્રેકના કામને કારણે પોરબંદર સિંકદરાબાદ એકસપ્રેસ રદ

|

Aug 01, 2022 | 11:23 PM

10.08.2022 ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ (Sikandrabad -porbandar Express) સંપૂર્ણપણે રદ રહેશે. સોલાપુર ડિવિઝનના (Solapur Division) દૌંડ-કુરુડવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે, 09 ઓગસ્ટ, 2022 સુધી તાત્કાલિક અસરથી બ્લોક લેવામાં આવશે.

Porbanadar: ડબલ ટ્રેકના કામને કારણે પોરબંદર સિંકદરાબાદ એકસપ્રેસ રદ
Porbanadar: Porbandar Sindarabad Express canceled due to double track work

Follow us on

પોરબંદર  (Porbandar) વાસીઓ માટે રેલ્વે વિભાગ તરફથી અગત્યના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અહેવાલ મુજબ 10.08.2022ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ (Sikandrabad -porbandar Express) સંપૂર્ણપણે રદ રહેશે. સોલાપુર ડિવિઝનના (Solapur Division) દૌંડ-કુરુડવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે, 09 ઓગસ્ટ, 2022 સુધી તાત્કાલિક અસરથી બ્લોક લેવામાં આવશે,જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ કરવામાં આવી છે,જેની વિગતો આ પ્રમાણે છે.

રદ કરાયેલી ટ્રેનો

  1. • 04.08.2022 ના રોજ કાકીનાડાથી ઉપડતી ટ્રેન નં. 12755 કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે.
  2. • 06.08.2022 ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નં. 12756 ભાવનગર – કાકીનાડા સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે.
  3. • 09.08.2022 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19202 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
  4. • 10.08.2022 ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

તો બીજી તરફ અમદાવાદમાં બંધ થયેલી ડેમુ અને મેમુ ટ્રેન  ફરીથી શરૂ કરવામાં આવી છે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
  1. ટ્રેન નંબર 20949/20948 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ- 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 20949 અમદાવાદ – એકતા નગર એક્સપ્રેસ અમદાવાદથી 15:20 કલાકે ઉપડશે અને 18:20 કલાકે એકતાનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 20948 એકતાનગર – અમદાવાદ એક્સપ્રેસ 05 ઓગસ્ટથી એકતાનગરથી 11:15 કલાકે ઉપડશે અને 14:05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં માત્ર વડોદરા સ્ટેશન પર જ ઉભી રહેશે.
  2. ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ – 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 20928 ભુજ – પાલનપુર એક્સપ્રેસ ભુજથી 11:05 કલાકે ઉપડશે અને 17:35 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે  06 ઓગસ્ટથી ટ્રેન નંબર 20927 પાલનપુર-ભુજ એક્સપ્રેસ પાલનપુરથી 13:10 કલાકે ઉપડશે અને 19:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ડીસા, ભીલડી, દિયોદર, રાધનપુર, સાંતલપુર, આડેસર, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
  3. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:15 વાગ્યે વડોદરા જંક્શનથી ઉપડીને અમદાવાદથી 10:10 કલાકે અમદાવાદ જંકશન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  4. 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20  કલાકે વડોદરા જં. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  5. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જં. – વડોદરા જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે  08:05 વાગે અમદાવાદ જં. થી ઉપડીને 11:15 કલાકે વડોદરા જં. પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  6. 17મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23:45 કલાકે અમદાવાદ જં. થી ઉપડીને 01:25 કલાકે આણંદ જંક્શન પહોંચશે. માર્ગમાં આ ટ્રેન માત્ર મણિનગર સ્ટેશન પર જ ઉભી રહેશે
  7. 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જં. – અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 05:55 વાગ્યે આણંદ જંક્શનથી ઉપડીને  07:45 વાગ્યે અમદાવાદ જંક્શન પહોંચશે.માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  8. 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જં. – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જં.થી ઉપડીને  20:55 કલાકે આણંદ જં.પહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  9. 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જં. – ગાંધીનગર કેપિટલ મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ  18:10 કલાકે આણંદ જં.થી ઉપડશે અને 21:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
  10. 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર કેપિટલ – આણંદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ સવારે 07:20 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને 10:55 વાગ્યે આણંદ જંક્શન પહોંચશે. આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
Next Article