પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતાં રોષ, માધવપુરના મેળામાં ભીડ એકઠી કરવા સુચના અપાઈ

| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:27 AM

રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પોરબંદર વિભાગે વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે પોરબંદર તાલુકાના 81 શિક્ષકોને ફરજ સોંપાઈ છે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ હેઠળ શિક્ષકોને આવી કોઈ જવાબદારી આપી શકાતી નથી. આવી જવાબદારીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડે છે.

પોરબંદર (Porbandar) જિલ્લા (district) ના પ્રાથમિક શાળાના શિક્ષકો (teachers) ને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષકોને વિવિધ પ્રકારના કામ સોંપવામાં આવતાં હોય છે પણ આ વખતે માધવપુર (Madhavpur) મેળામાં જનમેદની એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મેળા (fair) માં ગામેગામથી લોકોને લઈ આવવા અને લઈ જવાની જવાબદારી સોંપાઈ છે. જિલ્લા વહીવટી તંત્રએ લેખિત હુકમ કરી પ્રાથમિક શિક્ષકોને જનમેદની એકઠી કરવા સૂચન આપ્યું છે જોકે આ હુકમ મળતા જ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિરોધ શરૂ કરાયો છે. માધવપુર મેળામાં શિક્ષકોને બસ રૂટ સુપરવાઈઝરની ફરજ સોંપાતા આવી કામગીરી ન કરાવવા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પોરબંદર વિભાગે રજૂઆત કરી છે.

પોરબંદર જિલ્લામાં 10 એપ્રિલથી માધવપુરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં લગભગ આઠ રાજ્યોના મુખ્યમંત્રી આવવાના છે. જેના પગલે તેમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાના હોવાથી પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી બસો મારફત લોકોને લાવવા અને લઈ જવાનું કામ આપવામાં આવ્યું છે. તેમને પાર્કિંગ સુધી લોકોને લાવવા અને લઈ જવાની જવાબદારી સોંપાઈ છે.

જોકે આ જવાબદારી સોંપાતા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પોરબંદર વિભાગે વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ હેઠળ શિક્ષકોને આવી કોઈ જવાબદારી આપી શકાતી નથી. આવી જવાબદારીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડે છે. પોરબંદર તાલુકાના 81 શિક્ષકોને ફરજ સોંપાઈ છે, આવી કામગીરીના કારણે બાળકોને શિક્ષણ પર અસર થાય છે તેથી આવી કોઈ જવાબદારીઓ આપવી જોઇએ નહીં.

આ પણ વાંચોઃ Surat: પોલીસનું સજેશન બોક્સ કામ લાગ્યું, સિનિયર સિટિઝને બોક્સમાં લેટર મૂકતાં પોલીસે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લીધો

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ફરી વધારો ઝીંકાયો, અદાણીએ 2 રૂપિયાનો વધારો ઝીંકતા ભાવ રૂ. 81.59 થઈ ગયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 07, 2022 11:26 AM