Indian Coast Guard : ભારતીય તટરક્ષક દળે દરિયામાં 108 નોટિકલ માઈલ દૂર, વેપારી જહાજના ક્રૂનુ કર્યુ દિલધડક રેસ્કયુ, જુઓ Video

|

Apr 27, 2023 | 12:11 PM

સમુદ્ર વચ્ચે એક ભારતીય ક્રૂની જમણા હાથની પહેલી આંગળી કપાઇ ગઇ હોવાથી તેને તબીબી સારવાર માટે સમુદ્રની બહાર કાઢવાની આવશક્તા ઊભી થઈ છે. આ કોલ મળતા જ ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-161 બચાવ માટે તાત્કાલિક રવાના થઇ હતી.

Indian Coast Guard : ભારતીય તટરક્ષક દળે દરિયામાં 108 નોટિકલ માઈલ દૂર, વેપારી જહાજના ક્રૂનુ કર્યુ દિલધડક રેસ્કયુ, જુઓ Video
Indian Coast Guard's Interceptor boat C161

Follow us on

પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રને 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે લગભગ 11  કલાકે, વ્યાપારી જહાજ હેલનમાં કોઇ દર્દીને મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હોવાનો કૉલ મળ્યો હતો. પનામા થી ઉપડેલું આ જહાજ પોરબંદરથી લગભગ 200 કિમી દૂર (108 નોટિકલ માઈલ) હતું, જે જામનગર જિલ્લાના સિક્કાથી દક્ષિણ આફ્રિકાના ડર્બન તરફ જઇ રહ્યું હતું. જે દરમ્યાન તેમને એક કોલ મળ્યો હતો.

https://twitter.com/DefencePRO_Guj/status/1651119676825677825?s=20

કોલમાં તેમને જાણવા મળ્યું કે, એક ભારતીય ક્રૂની જમણા હાથની પહેલી આંગળી કપાઇ ગઇ હોવાથી તેને તબીબી સારવાર માટે સમુદ્રની બહાર કાઢવાની આવશ્યકતા ઊભી થઈ છે. જે કોલને લઈ ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-161 બચાવ માટે ખૂબ જ ઝડપી ગતિએ તાત્કાલિક રવાના થઇ હતી. મહત્વનુ છે કે 200 કિમી દૂર આ જહાજ હોવાથી ખૂબ લાંબુ અંતર હોવાને કારણે 26 એપ્રિલ 2023ના રોજ પરોઢ સુધીમાં આ કોલ આપનાર જહાજ સુધી ઇન્ટરસેપ્ટર બોટ C-161 પહોચી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

દર્દીને આ જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો

લાંબુ અંતર કાપ્યા બાદ ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રની ટીમને બોટ સુધી પહોચવામાં સફળતા મળી હતી. ક્રૂ મેમ્બરને આંગળી કપાતા સારવાર માટે ખસેડવાનો હોવાથી દર્દીને આ જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટમાં પ્રાથમિક તબીબી સારવાર કરીને પોરબંદર લાવવામાં આવ્યો હતો. બોટ વહેલી સવારે પોરબંદર પહોંચ્યા પછી, દર્દીને વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સુરક્ષાના ભાગરૂપે આ જહાજને કરાયું હતું સામેલ

ભારતીય તટરક્ષક જહાજ સી-161ને 2018માં પોરબંદરમાં સામેલ કરવામાં આવ્યું હતું. જે તટરક્ષક દળ દરિયા કિનારની સુરક્ષાને મજબૂત કરવા પ્રયાસરત છે,સુરક્ષાના ભાગરૂપે આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે. આ બોટ પશ્ચિમ કિનારાની સુરક્ષાપ્રદાન કરી રહ્યું છે. જેમાં ઘૂસણખોરી, દાણચોરી અને ગેરકાયદેસર માછીમારી જેવી પ્રવૃત્તિઓને અટકાવવા પેટ્રોલિંગ વધારવા હાલ સુધી મદદરૂપ થયું છે.

આ પણ વાંચો : ગલવાન-અરુણાચલ પ્રદેશના વિવાદ વચ્ચે રાજનાથ સિંહ આજે ચીનના સંરક્ષણ મંત્રીને મળશે

સુરક્ષિત અને આધુનિક નેવિગેશનલ સાથે કમ્યુનિકેશન ઉપકરણ સાથે સજ્જ બોટ

ઇન્ટરસેપ્ટર બોટ સી-161ની લંબાઈ 27.64 મીટર, વજન 107 ટન છે અને મહત્તમ 35 નોટની ઝડપ હાંસલ કરી શકે છે. આઇબી સર્વેલન્સ, દખલગીરી, તપાસ અને બચાવ જેવી કામગીરીઓ તથા દરિયામાં ભૂલી પડેલી નાની હોડીઓ અને જહાજોને દિશાનિદર્શન આપવા જેવાં કાર્યો કરવામાં આ બોટ સક્ષમ છે. બોટ સુરક્ષિત નેવિગેશન માટે આધુનિક નેવિગેશનલ અને કમ્યુનિકેશન ઉપકરણ સાથે સજ્જ છે. મહત્વનુ છે કે આ બોટ આધુનિક ઉપકરણ અને સિસ્ટમ સાથે ઝડપથી પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે આ જહાજ દરિયામાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:05 pm, Thu, 27 April 23

Next Article