ચોમાસુ જાણે બારે માસ ચાલતું હોય તેવી હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. આગામી બે દિવસ એટલે કે 13 અને 14 માર્ચે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, ભાવનગર, અમરેલી જિલ્લા સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું પડી શકે છે. માવઠાને લઈ માર્કેટયાર્ડ સહિત ખેડૂતોને ખુલ્લી ખેત પેદાશોને ઢાંકી રાખવા જાણ કરવામાં આવી છે, શિયાળામાં વધુ એકવાર માવઠાની આગાહીને લઈ ફરી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
આજે સવારથી અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ ગરમીમાં પણ ઘટાડો અનુભવાયો હતો.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જેના કારણે બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે તો અમરેલીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી પહોંચતા અતિશય ગરમીનો અનુભવ થશે તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 12 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. અહીં દિવસના તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાનું અનુમાન છે. જ્યારે પોરબંદરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 15 ડિગ્રી રહેશે.
Published On - 9:11 pm, Sun, 12 March 23