ગુજરાતનો સમુદ્ર કિનારે સૌથી લાંબો 1600 કિલોમીટરનો છે. જેમાં વેરાવળથી ઓખા સુધીના સમુદ્રમાં ખૂબ ઓછી અને જવલ્લે જ જોવા મળતી કિંમતી માછલીઓ ડોલ્ફીનનો શિકાર થતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના દરિયામાંથી ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ છે. વનવિભાગે 10 શખ્સને ડોલ્ફીન સાથે ઝડપી લીધા છે. તેમની પાસેથી 25 ડોલ્ફીનના મૃતદેહ મળ્યા છે. ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ આસામ અને તમિલનાડુની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગેંગના તમામ લોકો સામે વનવિભાગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસોથી આ ગેંગ સક્રિય હોવાનુ અનુમાન છે.
ગુજરાત કોસ્ટગાર્ડ અને વનવિભાગને બાતમી મળી હતી કે સમુદ્રમાં ડોલ્ફીન માછલીઓનો શિકાર થાય છે. આ બાતમીને આધારે સતત વોચ રાખવામાં આવતી હતી. એક અજાણી બોટ પોરબંદર સમુદ્ર ફિશીંગના બહાને આવતા સુરક્ષા એજન્સીઓએ ફિશિંગ બોટની તલાશી લીધી હતી. જેમાથી અંદાજે 25 જેટલી મૃત ડોલ્ફીન માછલીઓ મળી આવતા એજન્સીઓ ચોકી ઉઠી હતી. આસામની ધ્યાનસા નામની ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી. જેમાં આસામ અને તામિલનાડુના માછીમારોના સ્વાંગમાં શિકારીઓ મળી આવ્યા છે.
આજે વનવિભાગે આસામ ની ફિશીંગ બોટ અને 10 શિકારી માછીમારોને ઝડપી તેમના કોવિડ ટેસ્ટ કરાવી તમામની ધરપકડ કરી છે અને ફિશીંગ બોટને પોરબંદર હારબર પર અટકાયતમાં રાખવામાં આવી છે. હાલ વન વિભાગ તમામ શિકારી માછીમારોના કોર્ટ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
આજે વનવિભાગે આસામ ની ફિશીંગ બોટ અને 10 શિકારી માછીમારોને ઝડપી તેમના કોવિડ ટેસ્ટ કરાવી તમામની ધરપકડ કરી છે અને ફિશીંગ બોટને પોરબંદર હારબર પર અટકાયતમાં રાખવામાં આવી છે. હાલ વન વિભાગ તમામ શિકારી માછીમારોના કોર્ટ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
આસામની ફિશિંગ બોટ સાથે ઝડપાયેલ શિકારી માછીમારો ફિશિંગ કરવા નીકળ્યા હતા તો તેમની પાસે ગુજરાતના સમુદ્રમાં ફિશિંગ કરવાની મંજૂરી હતી કે કેમ ? ડોલ્ફીનના શિકાર કરી હેરાફેરી કરવાનો ઈરાદો હતો? ક્યાં વેચાણ કરવાના હતા? શિકાર પાછળ મોટું માથું કોણ છે ? તે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે
હાલ, પોરબંદર નીરમા કેમિકલ્સ સામે આવેલા વનવિભાગના પમ્પ હાઉસ ખાતે ડોલ્ફીનના મૃતદેહ અને શિકારીઓને રાખવામાં આવ્યા છે. સમુદ્રકિનારાથી આ સ્થળ નજીક છે હાલ તમામ પ્રક્રિયા વનવિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.
ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર
Published On - 12:02 pm, Thu, 16 March 23