યુક્રેન (Ukraine) માં મોટી સંખ્યામાં ગુજરાતનો વિદ્યાર્થીઓ (students) ફસાય છે અને તેમને સલામત બહાર કાઢવા માટે રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કરી દીધા છે ત્યારે પોરબંદરના પણ 4 વિદ્યાર્થીઓ ત્યં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. પોરબંદરનો જયકીશન ચાંદારાણા નામનો યુવાન ડોકટરીના અભ્યાસ અર્થે ત્યાં ગયો છે. યુક્રેનના ખારખીવ સ્ટેટમાં પોરબંદરના 4 યુવાન હોવાનું તેમણે જણાવ્યું છે.
તેણે જણાવ્યું છે કે હાલ યુક્રેનની પરિસ્થિતિ શાંત છે. ભારતીય યુવાનો અત્યારે અન્ડર ગ્રાઉન્ડ (underground) મેટ્રો સ્ટેશન (Metro station) માં આશરો મોળવીને ત્યં જ સમય પસાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ત્યાં જમવા માટેની કોઈ ખાસ વ્યસ્થા નથી. યુવાનો પાસે રહેલા નાસ્તાથી પોતાનું પેટ ભરી રહ્યા છે.
ખારખીવ સ્ટેટ રશિયાની બોર્ડર થી ખૂબ જ નજીક નું રાજ્ય છે. હાલ વેસ્ટ સાઈડ આવેલા પોલેન્ડ, જ્યોર્જિયા અને હંગેરી નજીકના રાજયો માંથી ભારતીય લોકોને બાય રોડ યુક્રેનની બહાર લઈ જવામાં આવે છે, પરંતુ ખારખીવ પૂર્વ બાજુ હોવાના કારણે ત્યાંથી ભારતીય લોકોને રેસ્ક્યુ કરવાનું અઘરું છે.
ખારખીવમાં અંદાજીત 8000 જેટલા ભારતીય નાગરિકો હોવાની શકયતા છે. જયકીશન દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી છે. તેણે ભારત સરકારને અપીલ કરી છે કે ખારખીવમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા પ્રયાસો કરવામાં આવે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુક્રેનથી પરત ફરી રહેલા ગુજરાતની વિદ્યાર્થીઓ વિશે જણાવ્યુ છે કે, આ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે બે વિમાનની વ્યવસ્થા કરી છે. પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 100 વિદ્યાર્થી પરત ફરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્લીથી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપાઇ છે. મુંબઇથી આવતા વિદ્યાર્થીઓ માટે જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપાઇ છે. બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો.
આ પણ વાંચોઃ ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે
Published On - 1:28 pm, Sat, 26 February 22