પોરબંદરની જીવાદોરી સમાન ચાર મહત્વના ઉદ્યોગ પૈકી બે ઉદ્યોગ બે દિવસમાં બંધ થતાં જીલ્લા પર આભ તૂટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. નિરમા કંપનીમાં અવાર નવાર અકસ્માતોથી સરકારે કંપની બંધ કરાવી તો ઓરીએન્ટ પાસે કાચો માલ નહીં હોવાથી કંપની બંધ કરવાથી હજારો પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાય રહ્યા છે.
પોરબંદર જિલ્લો સમગ્ર વિશ્વ માનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વ વિખ્યાત છે. અહીં ગાંધીબાપુના જન્મ થયો હોવાથી દેશ દુનિયાના લોકોની અવર જવર રહે છે. પરંતુ જિલ્લામાં કોઈ મહત્વના ઉદ્યોગો નહિ હોવાથી વિકાસ પર બ્રેક લાગી ગયેલા છે. જે ઉદ્યોગ ચાલતા હતા તે પણ ગણતરીની કલાકોમાં બંધ થઈ જતા હવે શહેર જિલ્લામાં રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલ છે.
13 ઓક્ટ્રોબરના દિવસે નિરમા કેમિકલ્સમાં અકસ્માત થતા બે કામદારોના મોત થયેલ અવાર નવાર નિરમા કેમિકલ્સમાં અકસ્માતો થતા સરકારે કંપની બંધ કરાવેલ. જેના કામદારો પણ રઝળી પડ્યા છે. જેની સીધી અસર શહેરના વેપાર ધંધા પર જોવા મળી રહી છે. હાથી સિમેન્ટ પણ માંડ માંડ ચાલી છે. તો મત્સ્ય ઉદ્યોગ પણ ત્રણ વર્ષથી ગોકળગાયની ગતિમાં ચાલે છે. જેનાથી આર્થિક મંદીની શહેર પર ભયંકર અસર બજારમાં દેખાઈ છે.
આ મામલે જિલ્લા કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું કે “ઓરીએન્ટ એબ્રેસીવ કંપની શહેર ની કરોડ રજૂ બંધ થયેલ છે. નિરમા કંપની પણ બંધ થયેલ છે. મત્સ્ય ઉદ્યોગ પણ નબળો પડી ગયેલા છે. વિદેશી લોકોનું મૂડી રોકાણ ઘટી રહ્યું છે. ઓરીએન્ટને સરકાર દ્રારા બોકસાઈડનું બહાનું બતાવી કંપનીની લિઝમાં બોકસાઈડ નથી તેમ દર્શાવેલ છે. સરકાર જી.એમ.ડી.સી માંથી બોકસાઈડ ફાળવે તેવી માંગ છે”
જિલ્લામાં મહત્વના ચાર ઉદ્યોગ પૈકી નિરમા કેમિકલ્સ અને ઓરીએન્ટ એબ્રેસીવ નવરાત્રીના દિવસોમાં ગણતરીની કલાકોમાં બંધ થયેલ છે.માછીમારી ઉદ્યોગ પણ હવે ધીમી ગતિએ ચાલે છે તો હાથી સિમેન્ટ પણ માંડમાંડ ડગલાં ભરે છે તેવી સ્થિતિ વચ્ચે રોજીરોટી કમાઈ ખાતા લોકોની હવે દયનિય હાલત બની રહી છે.
કોંગ્રેસ સત્તાધારી પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યાર વિકાસની વાતો કરતા ભાજપના આગેવાનો રોજગારીની વાત આવતા આજે કામકાજ અને પાર્ટીની મીટીંગ માં હોવાના ગાણા ગાઈ જવાબ દેવામાંથી પણ અળગા રહ્યા છે.