પોરબંદર: નિરમા કેમિકલ્સમાં અકસ્માતની ઘટના, મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

|

Oct 14, 2021 | 3:05 PM

બનાવની જાણ થતાં લાશને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને ત્યાં તેના પરિવારજનો પહોંચી ગયા હતાં. તેના ભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં સેફટીનીકોઈ સુવિધા આપવામાં આવી ન હતી

પોરબંદરની નિરમા કેમિકલ્સમાં અકસ્માતની ઘટના બની હતી. બકેટ તૂટી જતા બે કામદારોના મોત થયા હતા. બે મૃતક પૈકી એક મૃતક વેલ્ડર તરીકે ફેકટરીમાં ફરજ બજાવતો હતો. ઘટના બાદ સારવાર માટે પ્રતાપ આડેદરાને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પ્રતાપ આડદેરાના મૃત્યુ બાદ તેનો પરિવાર મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, ઘટના બાદ કંપનીના લોકો કોઈ પ્રકારની જાણ કરી નથી અને મળવા પણ આવ્યા નથી. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

બનાવની જાણ થતાં લાશને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને ત્યાં તેના પરિવારજનો પહોંચી ગયા હતાં. તેના ભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં સેફટીનીકોઈ સુવિધા આપવામાં આવી ન હતી, તેથી તેના ભાઈનું મોત નિપજયું છે. કંપનીના અધિકારીઓને રજુઆત કરી હતી, પરંતુ તેઓએ કોઈ જ જવાબદારી લીધી નથી.

તેથી અમારી માંગ એવી છે કે, મૃતકને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે, તેથી તેના પુત્રને કેઝયુલ કર્મચારી તરીકે સમાવી લેવામાં આવે તો તેમના પરિવારનું ભરણપોષણ થઈ શકે. ત્યાં સુધી અમે લાશ લેશું નહીં તેમ જણાવીને મૃતદેહનો કબ્જો લેવા ઈન્કાર કર્યો હતો. મોડી સાંજ સુધી પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો થયા હતાં, પરંતુ લાશ સ્વીકારવામાં આવી ન હતી.

 

Published On - 2:45 pm, Thu, 14 October 21

Next Video