Vadodara: હરિધામ સોખડામાં પોલીસ પહોંચી, હાઈકોર્ટના આદેશની અમલવારી કરી સંતોને વડોદરા કોર્ટમાં લઈ જવાશે

| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:00 AM

પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેમાં સાધુ સંતો અને હરિભક્તોને મંદિરમાં ગોંધી રખાયાનો આરોપ કરાયો હતો. ત્યારે હાઇકોર્ટે તમામને છોડાવીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ છે. જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વડોદરા (Vadodara) ના હરિધામ સોખડા (Haridham Sokhada) સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો છે અને હવે હાઇકોર્ટ (high court) ના આદેશનો અમલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોખડા મંદિર ખાતે વડોદરા ગ્રામ્ય પોલીસ (police) ની ટીમોએ ધામા નાખ્યા છે અને મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ તમામ સંતોને પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની કોર્ટમાં લઇ જવાશે. ઉલ્લેખનીય છે કે પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેમાં સાધુ સંતો અને હરિભક્તોને મંદિરમાં ગોંધી રખાયાનો આરોપ કરાયો હતો. ત્યારે હાઇકોર્ટે તમામને છોડાવીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ છે. જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

હવે આપને એ જણાવી દઇએ કે સંતોના એક જૂથે હાઇકોર્ટનું શરણ કેમ લીધું. હાઇકોર્ટમાં થયેલી અરજીના મુદ્દા પર નજર કરીએ તો પ્રેમ સ્વરૂપ અને મળતીયાઓ વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી થઇ છે. જેમાં સોખડા મંદિરમાં 400 સંતો-હરિભક્તોને ગોંધી રાખવાનો આરોપ લગાવાયો છે. સાથે જ 10 હજાર કરોડની સંપતિ પચાવી પાડવાનો આરોપ મુકાયો છે. આરોપ એ પણ છે કે મંદિરમાં માત્ર પ્રમ સ્વરૂપ સ્વામીના સમર્થકોને પ્રવેશ અપાઇ રહ્યો છે અને પ્રબોધ સ્વામી જૂથના સંતો હરિભક્તોને નજર કેદ કરવામાં આવ્યા છે. સાધ્વીને પરવાનગી વિના દવાખાને લઇ જવાની પણ મંજૂરી નથી. બસ આજ કારણો સર હાઇકોર્ટમાં અરજી કરીને ન્યાયની ભીખ માગવામાં આવી છે.

આ પણ વાંચોઃ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

આ પણ વાંચોઃ Ahmedabad: બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું આગમન, ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો