
અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શનિવારે અને રવિવારે સંપૂર્ણ કરફ્યૂ રહેશે. સતત 60 કલાક સુધી કરફ્યૂ રહેશે, માત્ર દવા અને દૂધની દુકાનો ચાલુ રહેશે. ત્યારે પોલીસ વિભાગે પણ કરફ્યૂના કડક અમલ માટેની તૈયારીઓ કરી લીધી છે. જો જરૂરી કામ વગર બહાર નીકળશે તો જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:14 pm, Thu, 19 November 20