સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એસટીના પૈડા થંભી જતા હાલમાં લગ્નસરાનો દીવસો હોઇ અનેક જાનૈયાઓએ પણ મુશ્કેલીમાં મૂકાવાનો વખત આવ્યો છે. વરરાજાની જાન લઇને જનારા જાનૈયાઓએ ખાનગી વાહનો શોધવા મજબૂર બની આમતેમ ભટકવુ પડ્યું. જોકે તેમ છતાં પણ હડતાળની આડઅસરના ભાગરુપે ખાનગી વાહનો પણ જાનૈયાઓને નસીબ નહોતા થઇ રહ્યાં.
સાબરકાંઠા અને અને અરવલ્લી જીલ્લામાં પણ ગત મોડી રાત્રિથી એસટી બસોના પૈડા થંભી ચૂક્યા છે અને હડતાળની અસરના કારણે લોકોએ પારાવાર સમસ્યા ભોગવવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓથી લઇને નોકરીયાતો અને આમ લોકો તો પરેશાન હતા પરંતુ જીવન રથની શરુઆત કરવા જઇ રહેલા વરરાજાએ પણ પોતાના લગ્ન ફીકાં પડ્યા હોવાનું સહન કરવું પડ્યું.
કારણ કે સવારે વાજતે ગાજતે જ્યારે જાન લઇને જવાનું શુભ મૂહુર્ત હતું ત્યારે જ એસટીની બસ ઘર આંગણે નહીં આવતા આખરે વરરારાજા એ કાંતો મોડા જાન જોડવી પડી કાંતો વરરારાજાએ વગર જાને પરણવા જવું પડ્યું. જાનૈયાઓએ વરરાજાની પાછળ ખાનગી વાહનો શોધી શોધીને લગ્ન સ્થળે પહોંચવાની નોબત આવી.
આવી જ રીતે જાન જોડનારા મોડાસાના એક વરરાજા અને તેમના લગ્નની જાનના જાનૈયાઓ મુશ્કેલીમાં મૂકાયા છે અને તેઓ હડતાળીયા એસ.ટી. કર્મચારીઓએ ઉભી કરેલી ઓચિંતી મુશ્કેલી સામે નારાજગી વર્તાવી હતી કે શુભ કાર્યોમાં અંતિમ સમયે જ આવી મુશ્કેલીના રસ્તા નીકાળવા જોઇએ.
આવો જ કડવો અનુભવ કરનાર વરરાજાના કાકા ચંદુભાઈ ચાવડા કહે છે,
“અમે બસનું બૂકીંગ પંદરેક દિવસ અગાઉ કર્યું હતું અને આમ ઓચિંતી જ બસ નહીં મળતા હવે અમે મુશ્કેલીમાં મૂકાયા છીએ. સવારના જાન લઇને જવાનું હતું પણ હવે ખાનગી વાહનો શોધીએ છીએ અને જે મળે સાધન તેમાં મોકલીએ છીએ, આવું ખરેખર નહીં થવું જોઇએ કે લોકો મુશ્કેલીમાં મૂકાય.”
મોડાસા વિસ્તારની છ જેટલી એસટી બસોને લગ્નની જાન માટે અગાઉથી બૂક કરી હતી જ્યારે હિંમતનગરમાં બે બસો જાનૈયાઓ માટે બૂક કરી હતી. મોડાસાના ટીંટોઇ, રંગપુર, ખલીકપુર અને ધનસુરાની લગ્નની જાન માટે એસટી બસો બૂક કરાયેલી હતી પરંતુ ક્યાંક વાટ જોતાં જાનૈયાઓને ત્યાં સવારે બસ જ ના પહોંચી તો ક્યાંક ગઇ કાલે જ મોડી સાંજે જાનૈયા માટે બૂક કરનારને ડીપોઝીટની રકમ પરત કરી દઇને એસટીના કર્મચારીઓએ ખેદ વ્યક્ત કર્યો હતો.
જોકે આ મામલે એસટી કર્મચારીએ યુનિયને પણ આવી સમસ્યા સર્જાવાને લઇને ક્ષમા-માફી માગી છે. અરવલ્લી એસટી કર્મચારી યુનિયનના પ્રમુખ દીપકસિંહ રહેવરનું કહેવું છે,
“અમે આજે લોકોને પડેલી હાલાકી અને સમસ્યા માટે થઇને જાહેર જનતાનો અને તકલીફમાં મtકાયેલા લોકોની માફી માગીએ છીએ કે આજે આપને તકલીફ વેઠવી પડી છે. પરંતુ આ અમારા અને અમારા પરીવારના હક્ક માટે થઇને ના છૂટકે હડતાળ પર ઉતરવું પડ્યું છે.”
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]