PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી (Pm Modi)ના આજે બીજા દિવસનાં કાર્યક્રમમા મેેગા રોડ શોથી શરૂઆત થઈ હતી. ખુલ્લી જીપમાં લોકો અને કાર્યકરોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોચ્યા હતા. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે યુનિવર્સિટી સાથે જોડાયેલી જુની યાદો તાજી કરી હતી. તેમણે પોલીસ ફોર્સનાં ચિત્રણથી માંડી રક્ષા શક્તિ યુનિવર્સિટીની વિગતો જણાવી હતી. પીએમ મોદીએ જણાવ્યુ હતું કે એક વાર યુનિફોર્મ પહેરીએ એટલે તમને લાગ્યું હશે કે હવે દુનિયા મુઠ્ઠીમાં, પણ એવું ના વિચારતા મિત્રો જયારે મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે છે. પીએમ મોદી સાંજે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ(Sardar Patel Stadium)માં ખેલ મહાકુંભનો પણ શુભારંભ કરાવશે.
PM Narendra Modi Gujarat Visit Live: સમય બદલી રહ્યો છે જો સંતાનમાં ખેલ અંગે રૂચી છે તો તેને પ્રોત્સાહન આપો.આગળ વધવા માટે પ્રેરણા આપો
PM Narendra Modi Gujarat Visit Live: મેજર ધ્યાનચંદ સ્પોટ્સ યુનિવર્સિટી શરૂ થવા જિ રહી છે, ખેલ મહાકુંભથી અને્ક પ્રતિભા તૈયાર થશે.ખેલ મહાકુંભમાં બીચ સ્પોટ્સ અંગે પઑણ વિચારવું જોઇએ
PM Narendra Modi Gujarat Visit Live: પહેલા યુવા પ્રતિભાને મોકો નહોતો મળતો, પ્રતિભા હોવા છતા દેશના યુવા ટ્રેનિગના અભાવે પાછળ રહી જાતી હતી, સરકારે છેલ્લે 60 વર્ષમાં સ્પોટ્સ બજેટને 70 ટકા વધાર્યુ છે, ખેલાડીને મલતા ઓવોર્ડ અને રકમમાં 60 ટકાનો વધારો કર્યો છે, જેના કારણે ગ્રામીણ અને અંતરીયાળ વિસ્તાર માંથી પણ દેશની પ્રતિભા બહાર આવી રહી છે.
PM Narendra Modi Gujarat Visit Live: દુનિયા ભારતને એક મોટી શક્તિ રુપે જોઇ રહી છે, અને ભારત ખેલમાં પણ આને જાળવી રાખે ,જે ખેલે એજ ખીલે, સફળતા માટે કોઇ સોર્ટકટ નથી,
PM Narendra Modi Gujarat Visit Live: આતો હજુ શરૂઆત છે ભારતના અટકશે ના થાકશે, હું ખેલાડીઓના સપનામાં ગુજરાતનું ભવિષ્ય જોવ છું.
PM Narendra Modi Gujarat Visit Live:ખેલ મહાકુંભ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ થી બંધ હતુું, હવે ફરી તેની શરૂઆત થતા રમતવીરોને પ્રોત્સાહન મળશે
ગોલ્ડ અને સિલ્વની ચમક ખેતાડીઓની પ્રતિભાને ચમકાવી રહી છે, ટોક્યો ઓલંમ્પિકે ભારત પોતાની સાબિત કર્યુ છે, ટોક્યો ઓલંમ્પિકે માં 9 અને પેરા ઓલંમ્પિકમાં 19 મેડલ જીત્યા.
PM Narendra Modi Gujarat Visit Live: ગુજરાતના ખેલાડી માટે આ ગર્વની બાબત, ખેલ મહાકુંભ માંથી નિકળતા ખેલાડીઓ વૈશ્વીક રમતોમાં પોતાની પ્રતિભા પાથરી રહ્યા છે
PM Narendra Modi Gujarat Visit Live: ગુજરાત મુખ્યમંત્રી રહેતા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, જે બીજ મે વાવ્યુ એ આજે વટવૃક્ષ બની ગયું છે : PM મોદી
PM Narendra Modi Gujarat Visit Live: આ ન માત્ર રમતનો કુંભ નથી ગુજરાતની ખેલ શક્તિનો પણ કુંભ છે
PM Narendra Modi Gujarat Visit Live: PM Modi એ રીમોટ દ્વારા અગિયારમાં ખેલ માહાકુંભનો પ્રારંભ કરાવ્યો,ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું. મેદાનમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું.
PM Narendra Modi Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભાને સંબોધતા જણાવ્યુ કે ‘ગુજરાત ખાવા-પીવામાં મોજીલુ છે, તેનાથી રમત ગમતમાં ભાગ લેવો એ તેનું ગજુ નહીં આ મેણું ભાંગવા શરૂ કરાયો ખેલ મહાકુંભ’, 55 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યુ છે રજીસ્ટ્રેશન
PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે સમગ્ર જન મેદનીને સંબોધ કરી
PM Narendra Modi Gujarat Visit Live: ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા.સમગ્ર મેદાન ભારત માતા કી જય સાથે ગુંજી ઉઠ્યુ
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચ્યો રીવરફ્રન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગ્યે ખેલ મહાકુંભનું ઉદઘાટન કરશે
PM Narendra Modi Gujarat Visit Live: રોડ શો શરૂ એરપોર્ટ રોડ પરથી નીકળ્યા
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ગાંધી આશ્રમ પહોંચે એ પહેલા ચુસ્ત બંધોબસ્ત કરાયો,સુરક્ષા કરાઇ ચુસ્ત
PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ PMના સ્વાગતની તૈયારીની તસવીરો કરી શેર
ખેલમહાકુંભ-2022માં માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના સ્વાગત માટે તૈયાર છે, ગરવી ગુજરાત!#KhelMahakumbh pic.twitter.com/YINxIidfSD
— Harsh Sanghavi (@sanghaviharsh) March 12, 2022
PM Narendra Modi Gujarat Visit Live: રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સ્ટેડિયમમાં હાજર ટ્વિટ કરી કહ્યુ ALL set
All set!#KhelMahakumbh2022 pic.twitter.com/gcdiEcpBID
— Harsh Sanghavi (@sanghaviharsh) March 12, 2022
PM Narendra Modi Gujarat Visit Live: ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
The Josh is high!#KhelMahakumbh2022 pic.twitter.com/wkrReOpKV2
— Harsh Sanghavi (@sanghaviharsh) March 12, 2022
PM Narendra Modi Gujarat Visit Live: સેનામાં પણ દીકરીઓ ઉચ્ચ પદ ઉપર છે, જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરીઓ નથી ,બેટીઓ જે શક્તિ છે તેમાં સુરક્ષા, શિક્ષણ તમામ ક્ષેત્રોમાં દીકરીઓનો પ્રભાવ વધ્યો છે
PM Narendra Modi Gujarat Visit Live: પીએમ મોદીએ જણાવ્યુ હતું કે એક વાર યુનિફોર્મ પહેરીએ એટલે તમને લાગ્યું હશે કે હવે દુનિયા મુઠ્ઠીમાં, પણ એવું ના વિચારતા મિત્રો જયારે મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે છે.
PM Narendra Modi Gujarat Visit Live: 21મી સદીના પડકારોની સામે રક્ષા ક્ષેત્રમાં આપણી વ્યવસ્થા સુધરે તે માટે આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો: PM મોદી
PM Narendra Modi Gujarat Visit Live: એક જમાનો હતો IIM બન્યું હતું ત્યારે એક મોર્ડલ તરીકે ગણાતું અને હવે આવનાર દિવસ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નવી ઓળખ બની એક કેન્દ્રનું સ્થાન બનશે. આ પોલીસ ફોર્સ યુનિવર્સિટી નથી રક્ષા આપતી યુનિવર્સિટી છે..
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે અંગ્રેજો સુખ ચેનથી શાસન કરવા કદાવર લોકો આપણે કાબુ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે અંગ્રેજોને રીક્રુટ કરતા હતા, આઝાદી બાદ સુરક્ષામાં ઘણા બદલાવની જરૂરિયાત હતી. આજે ઘણા પરિવર્તનો બાદ આપણી સામે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી છે. પહેલા માત્ર લાકડી અને બંદૂક એટલે સુરક્ષા જો કે આજે સુરક્ષાનો મતલબ બદલાયો છે.
PM Narendra Modi Gujarat Visit Live: આજના જમાનામાં પરિવાર નાનો થઈ ગયો છે, પોલીસમેન ડ્યુટી પુરી કરી હોય પરિવાર બધું સંભાળી લેતા હોય છે..
પણ હવે માઇક્રો ફેમીલી થઈ રહ્યા છે..ઘરમાં કોઈ હોતું નથી એવામાં સ્ટ્રેસ રહેતો હોય છે.. સ્ટ્રેસ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ટ્રેનિંગ આપી રહી છે..
PM Narendra Modi Gujarat Visit Live: પહેલા ચોર પકડવા ઘણો સમય લાગતો હતો હવે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સ પકડાઈ જય છે..ક્રિમિનલ વર્લ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એમ ટેકનોલોજીના ઉપયોગથી ક્રાઇમ ડિટેક્ટ કરવા ટ્રેનિંગ જરૂરી છે.. ફિઝિકલ ફિટ હોવું જરૂરી નથી ટ્રેનિંગ જરૂરી છે..
PM Narendra Modi Gujarat Visit Live: આજે ક્રાઈમ ડિટેક્શનમાં નવી ટેકનોલોજીથી કામ પાર પડી જાય છે, સાચા લોકોના હાથમાં સાચા હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. આ જ ટેકનોલોજીથી આગળ વધવાની જરૂર છે. આ રક્ષા શક્તિમાં અગર નબળા કે અશક્ત લોકોને પણ પ્રોપર તાલીમ આપવામાં આવશે તો તે સક્ષમ બની જશે
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આજે કોઈ એક વસ્તુને કેન્દ્રમાં રાખી આગળ વધવું શક્ય નથી, આજે દરેક વસ્તુઓમાં આગળ રહેવું જરૂરી છે એટલે આજે લીડર્સ સાથે ડીલ કરવું, નેગોશિયેશન કરવાની જરૂરિયાત છે. જો તેવું ન આવડે તો સ્થિતિ બગડી જાય છે.
PM Narendra Modi Gujarat Visit Live: રક્ષાનાં ક્ષેત્રમાં સામર્થ્ય અને બળની જરૂર, આપણા દેશમાં પોલીસની છબીને નેગેટિવ ચિતરવામાં આવી અને તેને લઈને સમાજમાં ખોટી છાપ ઉભી થઈ. પોલીસનો માનવતાનો ચહેરો જન સામાન્યમાં ઉભો થઈ રહ્યો હતો તે ફરી થોબી ગયો. વિપરિત વાતાવરણમાં નવયુવાનો નક્કી કરીને નિકળે કે ક્યારેક ને ક્યારેક તમે સામાન્ય લોકોની ચિંતા , અકતા અને સદભાવના બનેલી રહે, ઉમંગ અને ઉત્સવ ગૌરવ સાથે ઉજવાય તે માટે પ્રણ લે.. આ તમામ માટે ટ્રેઈન્ડ લોકોની જરૂર પડશે
PM Narendra Modi Gujarat Visit Live: પહેલાનાં સમય અને અત્યારનો સમય બદલાયો છે, આજે કોમ્યુનિકેશનનું રૂપ અને ઝડપ બદલાઈ ગયુ છે
PM Narendra Modi Gujarat Visit Live: પોલીસ માટે અને દેશની સેના માટે અલગ અલગ ધારણા બંધાઈ છે, સમગ્ર ટ્રેનીંગ મોડેલને બદલવાની જરૂર છે- પીએમ મોદી
PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે પણ આ યાદગાર અવરસ છે, મોટી કલ્પના સાથે આ યુનિવર્સિટીનું ગઠન કરવામાં આવ્યુ, આ યુનિવર્સિટી માટે મે ઘણા તજજ્ઞો સાથે વાત કરી હતી અને સાકાર કરી હતી
PM Narendra Modi Gujarat Visit Live: સુરક્ષા ક્ષેત્ર ઘણી મોટી વાત છે, આજે દેશ માટેનું ધરેણુ છે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી
PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે આજે આનંદનો પ્રસંગ , રક્ષા ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માગે છે તેના માટેનો વેલ ટ્રેઈન મેન પાવર અગત્યનો છે- પીએમ મોદી
PM Narendra Modi Gujarat Visit Live: સતત બીજા દિવસે ઝંઝાવાતી રોડ શો કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા, 37 વિદ્યાર્થીઓને પદવી સાથે ડિગ્રી એનાયત કરી
PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યુ હતું કે 2002 થી 2013 સુધી આપણા પ્રધાનમંત્રી એ સમયે મુખ્યમંત્રી હતા કે જેમણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડરને એક નવો એપ્રોચ આપ્યો.મોદી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટાઈઝ કરવાની કામગીરી કરી અને દેશનું પહેલું રાજ્ય ગુજરાત પોલીસ સ્ટેશન કોમ્પ્યુટરાઈઝ બન્યું હતું તેમણે આધુનિક સોફ્ટવેર બનાવ્યું જેમાં આજે પણ કોઈ બદલાવની જરૂરિયાત નથી. દેશમાં લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યું છે.
PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું PM મોદીએ કર્યું લોકાર્પણ
PM Narendra Modi Gujarat Visit Live: RRU નો મુખ્ય ઉદેશ્ય યુવાનોને ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી તાલીમ આપવાનો છે. છેલ્લા વર્ષમાં 800 થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા ફિલ્ડમાં પ્રવેશ મેળવ્યો -બિમલ પટેલ કુલપતિ
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા, હોલમાં લાગ્યા મોદી-મોદીનાં નારા. થોડીવારમાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાવર પેક રોડ શો યથાવત છે. અમદાવાદમાં વધુ એક રોડ શો યોજાશે અને તેના માટે પોલીસ બંદોબસ્તથી લઈ ટ્રાફિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. PMનો 2 દિવસમાં ત્રીજો રોડ શો યોજાશે જેમાં ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી 16 પોઇન્ટ પર સ્વાગત કરાશે.. નીચેના સ્થળ પર સ્વાગત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઈન્દિરાબ્રિજ
તાજ હોટલ
દફનાળા
રિવરફ્રન્ટ
અમુલ ક્રોનર
સર્કિટ હાઉસ પાછળ ભાગ
સુભાષબ્રિજ કોર્નર
ગાંધી આશ્રમ
ગોલ્ડન હાઇટ્સ
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ફરી ખુલ્લી જીપમાં થયા સવાર, દહેગામથી ભવ્ય રોડ શૉ શરૂ, મોટા ચીલોડા સર્કલ પર લોકોએ કર્યું ભવ્ય સ્વાગત
PM Narendra Modi Gujarat Visit Live: PM Modi ના રોડ શો માં ઉમટી જનમેદની, ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી બીજો રોડ શો યોજાશે. આ માર્ગ પર વડાપ્રધાનનું સ્વાગત પણ કરવામાં આવશે
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત દબદબાભેર કરી હતી. ખુલ્લી જીપની જગ્યાએ તેમણે બંધ કારમાં બેસીને જ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોચ્યા હતા.
PM Narendra Modi Gujarat Visit Live: પીએમ રાજ ભવનથી રવાના થયા છે. પીએમ અને સીએમ બંને એક જ કારમાં રવાના થયા હતા. દહેગામમાં પીએમ અને સીએમ રોડ શો કરશે, મળતી માહિતિ પ્રમાણે ખુલ્લી જીપમાં પીએમ રોડ શો કરશે
PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રિય રક્ષા શક્તિનો પ્રથમ પદવીદાન સમારોહ પ્રસંગે હાજરી આપવા માટે વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવશે. 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનીવર્સિટીના નવ નિર્મિત કેમ્પસનુ લોકાર્પણ પણ કરશે.
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન રાજભવનથી નીકળી ચીલોડા થઈ દહેગામ જશે. ચીલોડા ખાતે ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર કાર્યકર્તા સાથે પહોચ્યા હતા તેમણે લાડુ મિઠાઈ વહેચી વડાપ્રધાનના કાર્યક્રમને આવકાર્યો હતો. જણાવી દઈએ કે દહેગામની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કોન્વોકેશન સમારોહમાં પીએમ મોદી હાજરી આપવાના છે અને તેમણે અગાઉ ટ્વિટ પણ કર્યુ હતું. વડાપ્રધાનનાં મેગા રોડ શો ને લઈ રાજ ભવનથી દહેગામ સુધીના રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે પણ પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિય ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકવાના છે, જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજર રહેશે..જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેમણે કાર્યક્રમમાં પહોચતા પહેલા ટ્વિટ પણ કર્યુ હતું
At 11 AM, I will be at the Rashtriya Raksha University, where I am honoured to be delivering the Convocation address. A building in the university will also be dedicated to the nation.
— Narendra Modi (@narendramodi) March 12, 2022
PM Narendra Modi Gujarat Visit Live:
PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
PM Narendra Modi Gujarat Visit Live: 12 માર્ચે વડાપ્રધાન રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.
PM Narendra Modi Gujarat Visit Live: ગાંધીનગરમાં સવારે 10 કલાકે સોક્ટર 30થી રોડશો કરશે, 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે. સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં (Sardar PateL Stadium ) સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનોને(Khel Mahakumbh ) શુભારંભ કરાવશે
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Modi) બે દિવસના પ્રવાસે ગુજરાતમાં આવ્યા છે. ગઈ કાલે એટલે કે 11 માર્ચના રોજ રોડ શો અને સરપંચ સંમેલન બાદ પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગર (Gandhinagar) માં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સવારે 10 કલાકે સોક્ટર 30થી રોડશો કરશે, 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.
Published On - 8:36 am, Sat, 12 March 22