PM MODI કમલમમાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવનથી GMDCમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. PM MODIએ અહીં પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. ત્યારબાદ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું. બાદમાં 40 મિનિટ સુધી પંચાયતના પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું . PM MODIએ શરૂઆતમાં હિન્દીમાં સંબોધન કર્યું, બાદમાં કેમ છો કહી ગુજરાતીમાં સંબોધન આરંભ્યુ હતું.
GMDCથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન પહોંચશે. સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પી.કે લહેરી સહિતના ટ્રસ્ટીઓ હાજર છે. આ સાથે ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.
ગાંધીજીએ ગ્રામ્ય વિકાસને હંમેશા જોર આપ્યું હતું : મોદી
PMએ કહ્યું કે, અહીં આવી પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ ગાંધીજીની ધરતી છે, આ સરદાર પટેલની ભૂમિ છે. ગાંધીજીએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, સશક્ત-સમર્થ ગામની વાત સદા અને સર્વદા કીધી છે, આપણે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે ગાંધીજીના સપના માટે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું.
‘કોરોનામાં ગ્રામ્ય લોકોએ સુઝબુઝ બતાવી : MODI
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને ચિંતામાં રાખી દીધા હતા. પરંતુ કોરોનાને ગામડાઓ સુધી આવતા-આવતા મોંમાં ફીણ આવી ગયા હતા. ગ્રામ્ય લોકોએ કોરોનામાં પોતાની સુઝ પ્રમાણે નિયમો બનાવ્યા. ગામડાઓએ કોરોનામાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને મહામારીને રોકી રાખવામાં મહામહેનત કરી હતી.
કોરોનામાં ખેડૂતોએ દેશમાં અન્ન ખુટવા ન દીધું : MODI
હું આપણા દેશના નાના ખેડૂતોનો ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે આભાર માનું છું. ગુજરાતનું સદભાગ્ય છે કે, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરે છે.
‘શાળાઓનો જન્મ દિવસ ઉજવવો જોઇએ : MODI
વડાપ્રધાને નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી એક વચન માગ્યુ હતું. દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચિંતા અને ચર્ચા કરે, દરેક ગામમાં શાળા શરૂ થઈ તેનું લખાણ થશે. જેથી દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.
‘75 વૃક્ષો વાવી અમૃત મહોત્સવ ઉજવીએ : MODI
આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. ગામ આખું ભેગું થઈને નક્કી કરે એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ.
‘એક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કરે, ધરતી માતાને ઝેર પીવડાવી દુ:ખી ન કરીએ : MODI
75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક ટીંપુ પણ કેમિકલ નહીં નાંખીએ. આ ધરતી માતાને ઝેર પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.
આ પણ વાંચો : Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક
આ પણ વાંચો : Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ
Published On - 7:05 pm, Fri, 11 March 22