વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસના પહેલાં જ દિવસે તેમણે જંગી સભા સંબોધીને આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે. આજે ઉમિયાધામના ભૂમિ પૂજન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ મોદી અસારવા સ્થિત ન્યૂ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. અહીં તેઓ 1200 બેડની હોસ્પિટલની ચાર બિલ્ડીંગ ઉદ્ઘાટન કર્યું હતું.
જે પછી પોતાના સંબોધનમાં લાંબા સમયથી વિપક્ષ દ્વારા જે એર સ્ટ્રાઇક પર સવાલ કરવામાં આવી રહ્યા છે તેના પર કહ્યું કે, 40 વર્ષથી આતંકવાદની પીડા સહન કરી છે. પરંતુ હવે સહન નહીં કરીએ. હવે કોઈએ પણ આંખ ઉઠાવીને જોઈ તો અમે ઘરમાં ઘુસીને મારીશું. અમારો સ્વભાવ વીણી વીણીને હિસાબ કરવાનો છે. અમારો સિદ્ધાંત ઘરમાં ઘુસીને મારવાનો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ઉમિયાધામની ભૂમિ પરથી ભરી હુંકાર, ‘2019 પછી પણ હું જ પીએમ રહેવાનો છું, ચિંતા કરશો નહીં’
વિપક્ષ પર હુમલો કરતાં મોદી કહ્યું કે, એર સ્ટ્ર્રાઈકના કારણે વિપક્ષને પેટમાં દુઃખે છે. મને સત્તાની કોઇ જ ચિંતા નથી. મને માત્ર દેશની ચિંતા છે. જો ભારતીય વાયુસેનાનું બાલાકોટ મિશનને નિષ્ફળ રહ્યું હોત તો કોણ જવાબદાર હોત ?કોનું રાજીનામું માંગ્યું હોત ? આતંકવાદીઓ સાત પાતાળમાં કેમ ન હોય ત્યાં ઘુસીને મારીશું.
પીએમ મોદી સાથે જ પોતાનું અમદાવાદ માટે વાત કરતાં કહ્યું કે, આજે મારૂ વર્ષો જૂનું સપનું પૂરૂ થયું છે. મેટ્રોથી અમદાવાદના લોકોમાં બદલાવ આવશે. મેટ્રોમાં મુસાફરી કરીને આનંદ થયો છે. મેટ્રો અમદાવાદીઓનું જીવન બદલી નાંખશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.
આ પણ વાંચો : જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઉમિયા ધામ ફાઉન્ડેશન સમયે પણ કહ્યું હતું કે, 2019 પછી પણ હું જ છું. જે સાથે જ તેમને આગામી ચૂંટણી માટે દેશને યોગ્ય દિશા આપવાની વાત કરી હતી. તો જામનગરમાં પણ આતંકવાદીઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અંગે વાતો કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]