દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુરુવારે બપોરે ગુજરાતમાં આવેલા ભૂકંપ ના હળવા આંચકાની માહિતી મેળવી હતી.આ ભૂકંપ ના આંચકા થી રાજ્યના કોઈ વિસ્તારોમાં માલ મિલ્કત ને કોઈ નુકશાન કે કોઈ જાનહાનિ પણ થયા નથી તેની વિગતો મુખ્યમંત્રી એ તેમને આપી હતી.ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક છે તેનાથી પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દ્વારકામાં ગુરુવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી 223 કિમી ઉત્તર પશ્ચિમમાં છે, જે પાકિસ્તાનમાં છે. ગુરુવારે બપોરે 3:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. આ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 223 કિલોમીટર, રાજકોટથી 328 કિલોમીટર અને અમદાવાદથી 453 કિલોમીટરના અંતરે હતું. જો કે, આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.
આસામ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ આવ્યો હતો
ગુજરાત પહેલા સવારે 10.19 વાગ્યે આસામના સોનિતપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોનિતપુરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ સાથે હિમાચલ પ્રદેશના શિમલામાં સવારે 7.13 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. આ બંને ભૂકંપ ગુરુવારે 4 નવેમ્બરે જ આવ્યા હતા.
ભૂકંપ ક્યારે આવે છે ?
ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે. શરૂઆતમાં જ્યાં ખડક તૂટે છે તેને ધરતીકંપનું કેન્દ્રબિંદુ અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. જમીન પરના કેન્દ્રબિંદુની બરાબર ઉપરના ભાગને એપીસેન્ટર કહેવામાં આવે છે.
આ પણ વાંચો : ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ દિવાળીની ઉજવણી કરી, જુઓ વિડીયો
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષનો પ્રારંભ પંચદેવ મંદિરમાં દર્શનથી કરશે, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે
Published On - 10:09 pm, Thu, 4 November 21