દેશની સામાન્ય પ્રજા હાલના દિવસોમાં મોંઘવારીથી ખૂબ જ ત્રસ્ત છે. તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દરમિયાન આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today )માં વધારો કરવામાં આવ્યો છે. દેશની મોટી ઓઈલ કંપનીઓએ આજે બુધવાર 6 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. રાજધાની દિલ્હીમાં આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસા અને ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે.
Price of petrol & diesel in Delhi at Rs 105.41 per litre & Rs 96.67 per litre respectively today (increased by 80 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 120.51 (increased by 84 paise) & Rs 104.77 (increased by 85 paise) pic.twitter.com/Mohc7gxASJ
— ANI (@ANI) April 6, 2022
ઇંધણના ભાવમાં વધારા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. બીજી તરફ મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 120.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 104.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે. અહીં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 105.08 | 99.43 |
Rajkot | 104.84 | 99.21 |
Surat | 104.96 | 99.33 |
Vadodara | 105.19 | 99.54 |