સ્વામી અપૂર્વ મુનિએ પાટીદારોને આપી આ સલાહ, કહ્યું – સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા

| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:50 AM

Rajkot: જસદણમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું. જેમાં પાટીદારોને સ્વામી અપૂર્વ મુનિએ ટકોર કરી હતી. તેમણે કહ્યું પાટીદાર સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો.

રાજકોટના (Rajkot) જસદણમાં પાટીદાર સમાજનું (Patidar Samaj) મહાસંમેલન યોજાયું. જેમાં પાટીદાર આંદોલનકારીઓ અને BAPS સ્વામિનારાયણના મહંતો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન BAPS સ્વામિનારાયણ મહંત અપૂર્વ મુનિએ (Apurvmuni) પાટીદારોને ઈંડા (Egg) ન ખાવા અને વ્યસન ન કરવાની શીખામણ આપી છે. અપૂર્વ મુનિએ કહ્યું કે – સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા. પાટીદાર સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો.

સ્વામીએ કહ્યું કે પાટીદાર વ્યસની ન હોવો જોઈએ. બહું હિંમત કરીને બોલું છું કારણ કે મને ખબર છે કેટલાકને નહીં ગમે. પણ હું BAPS સ્વામિનારાયણનો હિન્દુ સંત છું. તેમણે સવાલ કર્યા કે પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે? પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો તો પાવર જનરેટ થશે. લોકો તમારાથી બીવે તેવું ચારિત્ર્ય બનાવો.

જાહેર છે કે રાજ્યમાં હાલ ઈંડા અને નોનવેજની લારી અને દબાણનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે સ્વામીએ પાટીદાર સમાજના લોકોને લઈને મોટું નિવેદન આપ્યું છે. સ્વામીએ કહ્યું કે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ એક પાટીદારનું છે. ત્યારે સરદાર પટેલનું માથું શરમથી ઝુકી ન જાય તે માટે ઈંડા અને નોનવેજ ખાવાનું બંધ કરવું પડશે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો દુરાચારી, વ્યભિચારી બની ગયા છે. પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.

 

આ પણ વાંચો: નવસારીની યુવતી પર બળાત્કાર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ, મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: Ahmedabad: કંગના રનૌત વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ શકે છે ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો