સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો, બંને તેલના ભાવ લગોલગ પહોંચી ગયા, જાણો કેટલો ભાવ વધારો થયો

પેટ્રોલ-ડીઝલ, ગેસ, દુધ અને શાકભાજીના ભાવમાં વધારા પછી ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો, બંને તેલના ભાવ લગોલગ પહોંચી ગયા, જાણો કેટલો ભાવ વધારો થયો
Symbolic Image
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:05 AM

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. કોરોના (Corona)ની મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાઇ ગયુ છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) સહિતના ખાદ્ય તેલ (Edible oil)ના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ લગોલગ પહોંચી ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો

ખાદ્યતેલમાં ભાવ વધારો લોકોનું તેલ કાઢી રહ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા સામાન્ય વર્ગ ચિંતામાં મુકાયો છે. કપાસિયા અને , સીંગતેલના ભાવ વધ્યા છે. સિંગતેલમાં ફરી 40 રૂપિયાનો વધારો ઝીંકાયો છે..ભાવ વધારાની સાથે જ સિંગતેલનો ડબ્બો 2450 રૂપિયા પહોંચી ગયો છે. તો કપાસિયા તેલમાં પણ 40 રૂપિયાનો વધારો કરાયો છે. જેને લઇ માર્કેટમાં કપાસિયા તેલનો ડબ્બો 2450 રૂપિયાએ વેચાઇ રહ્યો છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

મધ્યમ વર્ગના પરિવારોએ ઘર ચલાવવુ મુશ્કેલ

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે.

હજુ પણ ભાવ વધારાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો-

આજથી વિધાનસભા સત્રની શરૂઆત, કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર અંદાજપત્ર રજૂ થવાની સંભાવના

આ પણ વાંચો-

Surat : એક મહિનામાં 1000 કરોડ કેવી રીતે ખર્ચાશે ? પાલિકા પાસે કોઈ જવાબ નથી