Valentine’s Day : ફિલ્મી કહાનીથી જરા પણ ઓછી નથી અલ્પેશ ઠાકોરની Love Story, પ્રેમને પુરવાર કરવા હાથમાં બ્લેડથી કોતર્યુ હતુ પ્રેમિકાનું નામ !

|

Feb 14, 2023 | 9:20 AM

રૂઢિચુસ્ત સમાજમાં જ્યારે લવ મેરેજની વાત પણ ન કરી શકાય એ સમયે કદાવર નેતા અલ્પેશ ઠાકોરે કિરણ ત્રિવેદી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.

Valentines Day : ફિલ્મી કહાનીથી જરા પણ ઓછી નથી અલ્પેશ ઠાકોરની Love Story, પ્રેમને પુરવાર કરવા હાથમાં બ્લેડથી કોતર્યુ હતુ પ્રેમિકાનું નામ !
Alpesh Thakor Love Story

Follow us on

‘કંઈ પણ નથી લખાણ, છતાં ભુલ નીકળી કેવી વિચિત્ર છે પ્રેમની કોરી કિતાબ‘ કંઈક આવી જ લવ સ્ટોરી છે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની. રૂઢિચુસ્ત સમાજમાં જ્યારે લવ મેરેજની વાત પણ ન કરી શકાય એ સમયે અલ્પેશ ઠાકોરે કિરણ ત્રિવેદી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. પરિવારની ના ને ‘હા’ કરવામાં ઠાકોર સમાજના કદાવર નેતાએ અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, જો કે એકાદ અઠવાડિયામાં જ પરિવારજનો લગ્ન માટે રાજી કરવામાં તેઓ સફળ થયા અને બંનેના કોર્ટમાં લગ્ન કરાવવામાં આવ્યા.

લવ લાઈફ થી લગ્ન સુધીની સફર

અમદાવાદની જાણીતી HK કૉલેજ જ્યાં 1995 માં કોલેજના બીજા વર્ષમાં શિક્ષણના પાઠ શીખવાની સાથે અલ્પેશ ઠાકોરે પ્રેમના પાઠ પણ શીખ્યા. Tv9 સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ત્રણ મહિના સુધી માત્ર અમે એકબીજાને જોવામાં જ વિતાવી દીધા અને પ્રપોઝ કરવામાં લગભગ એક વર્ષ જેટલો સમય જતો રહ્યો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રાજકીય ભાષા બોલતા નેતાજીનો શાયરાના અંદાજ

મેં કિરણ સામે પ્રેમનો એકરાર કર્યો અને તેણે હા પાડી, ત્યારથી અમારી લવ લાઈફની શરૂઆત થઈ. લવ લેટર, બાઈક પર ફરવા જવાનુ અને ક્યારેક કોલેજથી લાલ દરવાજા સુધી અમે ચાલતા જતા હતા.થોડા સમય બાદ અમે લગ્ન અંગે પરિવારમાં વાત કરી. જો કે શરૂઆતમાં બંનેના પરિવારજનોએ રૂઢિચુસ્તતાના કારણે લગ્નની સ્પષ્ટ ના કરી હતી. એટલુ જ નહીં જ્યારે અલ્પેશ ઠાકોરે કિરણ વિશે તેના પિતાને કહ્યુ ત્યારે તેમણે અલ્પેશને બે લાફા પણ મારી દીધા હતા.

સાચુ બોલવામાં ક્યારેય પાછીપાની ન કરતા અલ્પેશ ઠાકોરે તેનો પ્રેમ પુરવાર કરવા પત્ની કિરણનું નામ હાથમાં બ્લેડથી કોતર્યુ હતુ.એટલે કે હંમેશા રાજનીતિની ભાષા બોલનાર અલ્પેશ ઠાકોર પત્ની માટે શાયરાના અંદાજમાં પણ જોવા મળ્યા હતા.જો કે માત્ર આકર્ષણ નહી પરંતુ સમજણના આધારે થયેલા પ્રેમના કારણે પરિવારજનો રાજી થયા અને અલ્પેશ ઠાકોર અને કિરણ ત્રિવેદીના કોર્ટમાં લગ્ન થયા.

આજે પણ એ દરેક ક્ષણ યાદ છે……..

આજથી 26 વર્ષ પહેલાં અલ્પેશ ઠાકોરે તેની પ્રેમિકા કિરણ ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા અને આજે તેના સુખી સંસારમાં બે દીકરા પણ છે.પ્રેમિકામાંથી પત્ની બનેલી કિરણ સાથે એ સમયમાં વિતાવેલી દરેક ક્ષણ આજે પણ અલ્પેશ ઠાકોરને યાદ છે. સામાન્ય જીવનથી લઈને રાજકારણ સુધીની સફરમાં હંમેશા કિરણ ત્રિવેદીએ અલ્પશ ઠાકોરને સાથ આપ્યો છે.વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે,આજે પણ લગ્ન ના આટલા વર્ષો બાદ પણ બંનેના પ્રેમ કોઈ બદલાવ આવ્યો નથી.

Next Article