Weather Update : આજે ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક આકરી ગરમી, જાણો તમારા શહેરનું હવામાન

ગુજરાતમાં સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે,પરંતુ હજુ કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.જાણો તમારા શહેરમાં હવામાનનો મિજાજ કેવો રહેશે

Weather Update : આજે ક્યાંક વાદળછાયુ વાતાવરણ તો ક્યાંક આકરી ગરમી, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather
| Edited By: | Updated on: Oct 06, 2022 | 7:23 AM

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 06 ઓક્ટોબરે અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ 54 ટકા વાદળછાયુ વાતવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો આણંદમાં (Anand) વાદળછાયુ વાતવરણ જોવા મળશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ દિવસ દરમિયાન 62 ટકા ભેજવાળુ હવામાન જોવા મળશે.

મધ્ય ગુજરાતમાં વધી શકે છે ગરમીનો પારો

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ થોડુ વધશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરમાં ગરમીનો પારો વધશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ શહેરીજનોને બફારાનો અનુભવ થશે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે, તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. તો દિવસ દરમિયાન 57 ટકા જેટલુ વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. જ્યાં બફારાનો અનુભવ થશે. મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે.જ્યારે દિવસ દરમિયાન 58 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન શહેરીજનોને બફારાનો અનુભવ થશે.

શહેરીજનોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન શહેરીજનોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ વાદળછાયા વાતાવણનો અનુભવ થશે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 70 ટકા ભેજવાળુ હવામાનનો અનુભવ થશે.

સૌરાષ્ટ્રના આ શહેરોમાં પણ ગરમી વધશે

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળછાયા વાતાવણનો અનુભવ થશે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 37 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે,તો 61 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે,તેમજ 75 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન .જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 38 રહેશે,તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 6:40 am, Thu, 6 October 22