Gujarat માં નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી, ચાણસ્મા જીઆઇડીસીમાંથી 184 બેગનો જથ્થો જપ્ત

ગુજરાતમાં પાટણ (Patan) જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદે વેચાણ કરતા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમજ 184 બેગ જપ્ત કરવામાં આવી છે.

Gujarat માં નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી, ચાણસ્મા જીઆઇડીસીમાંથી 184 બેગનો જથ્થો જપ્ત
Neem Coated Urea
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:28 PM

ગુજરાતમાં(Gujarat) ખેતી માટે ઉપયોગમાં લેવાતા સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાના(Neem Coating Urea) ઔદ્યોગિક વપરાશ માટે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં પાટણ(Patan)જિલ્લાની ચાણસ્મા જી.આઇ.ડી.સી. ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયા, ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ પરપઝની બેગમાં પેક કરી ગેરકાયદે વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે તા.01  જૂલાઇ-2022  ના રોજ પાટણના નાયબ ખેતી નિયામક અને ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા રેડ કરી હતી. આ રેડ દરમિયાન સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાને ટેકનીકલ ગ્રેડ યુરીયા ફોર ઈન્ડસ્ટ્રીયલ વપરાશની બેગમાં સિલાઈ મારી, પેકીંગ કરેલી 50 કિ.ગ્રા. વજનની કુલ 168 બેગ તેમજ જુદી-જુદી કંપનીની આશરે 50 કિ.ગ્રા. જથ્થો ધરાવતી 16 બેગ એમ મળીને કુલ 184 બેગ તથા પેકીંગ માટે સિલાઈ મશીન તેમજ આનુષંગિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ 3 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે.

તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા (01) અશોકભાઈ વીરમભાઈ ચૌધરી (2) કાનજીભાઈ દઝાભાઈ ચૌધરી અને ( 3 ) નરેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી સામે તા.01 જૂલાઇ-2022 ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશન માં FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે મળી આવેલા જથ્થામાંથી Suspected Neem Coating Ureaનો નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે .

 

Published On - 5:23 pm, Sat, 2 July 22