Patan : શાળાના બાળકોએ આયોજિત કરી અનોખી ત્રિરંગા યાત્રા, આકર્ષણનું કેન્દ્ર બની

|

Aug 13, 2022 | 5:20 PM

પાટણ જિલ્લાના સિઘ્ઘપુર તાલુકાના કાકોશી ગામની મદની પ્રાથમિક શાળા દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રાએ સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Patan : શાળાના બાળકોએ આયોજિત કરી અનોખી ત્રિરંગા યાત્રા, આકર્ષણનું કેન્દ્ર બની
Patan Tiranga Rally

Follow us on

ગુજરાતમાં(Gujarat)  આઝાદીના અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mahotsav)  ઉજવણી અંતર્ગત ત્રિરંગાયાત્રાના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે પાટણમાં(Patan)  પણ ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે. જેમાં પાટણમાં એક અનોખી ત્રિરંગા યાત્રા નીકળી હતી. જે એકતા,ભાઇચારા સાથે-સાથે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રના સન્માનનો સંદેશ પણ આપતી હતી. પાટણ જિલ્લાના સિઘ્ઘપુર તાલુકાના કાકોશી ગામની મદની પ્રાથમિક શાળા દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રાએ સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેમાં ત્રિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના બાળકોના હાથમાં શહીદો અમર રહો સહિતના રાષ્ટ્ર પ્રેમ અને સન્માનના વિવિઘ બેનરો થકી એક અનોખો સંદેશ પણ દેશવાસીઓ સુઘી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

આ મદની પ્રાથમિક શાળા આયોજીત ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બાળકો જોડાયા હતા. આ હાથમા સન્માન સાથે ત્રિરંગા લહેરાવતા બાળકો અને સાથે શાળાના સંચાલકોએ સમગ્ર પંથકમા રાષ્ટ્ર પ્રેમ , રાષ્ટ્ર સંન્માન અને ભાઇચારાનો સંદેશ આપતી હતી.

7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર ત્રિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઈ કહાની જોડાયેલી હોય.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ

1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.

2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.

3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.

6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.

7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.

1 કરોડ ત્રિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે, જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

( ઇનપુટ : સુનિલ પટેલ _ પાટણ) 

Published On - 5:17 pm, Sat, 13 August 22

Next Article