Patan : શિક્ષકોની જિલ્લા કક્ષાની ફેરબદલીમાં મોટું કૌભાંડ સામે આવ્યું, 52 શિક્ષકોની ફેરબદલીના હુકમ રદ

|

Jul 24, 2021 | 3:23 PM

જેમાં રાજ્યના શિક્ષણ નિયામકે 52 શિક્ષકોની જિલ્લા ફેરબદલીના હુકમ રદ કર્યા છે અને શિક્ષકોને પોતાની જૂની શાળામાં હાજર થવા માટે હુકમ કરાયો છે

પાટણ(Patan) માં શિક્ષકોની જિલ્લા કક્ષાની ફેરબદલીમાં મોટું કૌભાંડ(Scam)  સામે આવ્યું છે.જેમાં રાજ્યના શિક્ષણ નિયામકે 52 શિક્ષકોની જિલ્લા ફેરબદલીના હુકમ રદ કર્યા છે અને શિક્ષકોને પોતાની જૂની શાળામાં હાજર થવા માટે હુકમ કરાયો છે. આ કૌભાંડમાં પૂર્વ DPEO બાબુ ચૌધરીએ ફેરબદલીમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. આ શિક્ષકોની ગેરકાયદે જિલ્લા ફેરબદલીમાં લાખો રૂપિયાની લેવડ-દેવડ થયાની આશંકા છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની 8 ટીમ સમગ્ર મામલાની તપાસ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અઘિકારી બાબુભાઇ ચૌઘરીએ નિવૃતિના નજીકના સમયમાં એક બદલી કેમ્પ યોજ્યો હતો. જેમાં શિક્ષકોની જીલ્લા ફેરબદલી મામલે  શિક્ષકોને વતન નજીક બદલીનો લાભ આપી નજીકની શાળાઓમાં બદલી હુકમો કરી નાંખ્યા હતા. જેમાં શિક્ષકો પાસેથી લાખો રૂપિયાની લેવડ દેવડ કરીને બદલીના તમામ નિયમો નેવે મૂકીને ગેરરીતી  કરી હોવાની આશંકા પણ સામે આવી છે.

આ પણ વાંચો : Lifestyle : વરસાદમાં પણ આ ટિપ્સ ફોલો કરી લોકોને તમારી સ્ટાઇલ અને ફેશનથી ઈંપ્રેસ કરો

આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત

Published On - 3:14 pm, Sat, 24 July 21

Next Video