Patan જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, જગતના તાતની ચિંતા હળવી થઈ

|

Aug 30, 2021 | 10:41 PM

રાજ્યમાં  લાંબા વિરામ બાદ એકાએક ધોધમાર વરસાદ વરસતા જગતના તાતની ચિંતા હળવી થઈ છે. આ વરસાદથી ઉભા પાકને જીવતદાન મળ્યું છે.

ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. જયારે હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ છે. જેમાં જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

રાજ્યમાં  લાંબા વિરામ બાદ એકાએક ધોધમાર વરસાદ વરસતા જગતના તાતની ચિંતા હળવી થઈ છે. આ વરસાદથી ઉભા પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે લાંબા સમય બાદ સિઘ્ઘપુર અને ચાણસ્મામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો છે.

તેમજ ઘોઘમાર વરસાદને કારણે ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તો દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે ઘોઘમાર વરસાદ આવતા લોકોને રાહત મળી હતી. જ્યારે ભારે વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતોના સૂકાઈ રહેલા પાકને નવું જીવતદાન મળશે.

ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોની વિકટ સ્થિતિમાં મુકાયા હતા. ફક્ત ખેડૂતો જ નહીં પણ પાટણના પશુપાલકોની ચિંતા પણ વધી હતી. કારણ કે જો પાક જ નહીં થાય તો અબોલ જીવોનો ઘાસચારો ક્યાંથી આવશે તેની ચિંતા પશુપાલકોને સતાવી રહી હતી.

આ સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો સિંચાઈના પાણી માટે માંગ કરી રહ્યા છે.. સુકી ભઠ્ઠ કેનાલમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યા હતા.

આ પણ  વાંચો : વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં 250 વર્ષથી ઉજવાય મેઘઉત્સવ, ૨૫ ફુટ ઊંચી વજનદાર છડીને ઝુલાવતા યુવાનોનેને જોવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

આ પણ વાંચો : Janmashtami 2021: આ ટીવી સ્ટાર્સે ભજવી છે શ્રી કૃષ્ણની ભૂમિકા, ચાહકો વચ્ચે મેળવી મોટી સફળતા

Published On - 10:40 pm, Mon, 30 August 21

Next Video