પાટણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Rain in Patan : ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી છે.સારા વરસાદથી ખેડુતોના ચોમાસું પાકને ફરી જીવનદાન મળ્યું છે.
PATAN : રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે.પાટણમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કર્યુ હતુ.વીજળીના કડાકા સાથે ઘોઘમાર વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી છે.સારા વરસાદથી ખેડુતોના ચોમાસું પાકને ફરી જીવનદાન મળ્યું છે.ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લામાં રાજ્યનો સૌથી ઓછો માત્ર 28% જ વરસાદ નોંધાયો છે.
આ પહેલા ગત જૂન મહિનામાં પાટણમાં આવો જ ભારે વરસાદ પડ્યો હતો. પાંચ ઇંચ વરસાદ બાદ પાટણ પાણી પાણી થઇ ગયું હતું..થોડા જ કલાકોમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી જતા લોકોની મુશ્કેલી વધી ગઇ હતી.પાટણના સિદ્ધપુરમાં બારે મેઘ ખાંગા થવાથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા હતા. તારાજીને લઇને સિદ્ધપુરનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બન્યું હતું અને સિદ્ધપુર મામલતદાર સહિત પાલિકાની ટીમો કામે લાગી હતી.
પાટણ સાથે આજે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. કચ્છમાં આખરે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. કચ્છમાં વરસાદ પડતા ખેડૂતો સાથે શહેરીજનોને પણ આનંદ થયો છે. કચ્છના અંજારમાં ગડગડાટ સાથે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો. આ સાથે જ અંજાર આસપાસના ભિમાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. તો બીજી તરફ અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે બજારોમાં નદી સમાન બની હતી.
આ પણ વાંચો : પંચમહાલમાં બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા
આ પણ વાંચો : કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારના અધ્યક્ષ સ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠક યોજાઇ