Patan : વાળીનાથ ચોકમાં વિજળી ત્રાટકી, 32 ઘરોમાં વિજ ઉપકરણો બળીને ખાખ

|

Jul 12, 2021 | 9:32 PM

વીજળી એટલી ખતરનાક હતી કે ગર્જનાથી લોકોના હદયના ધબકારા બંધ થઇ ગયા. પાટણના વાળીનાથ ચોક વિસ્તારની અનેક સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા.

Patan : ગત મોડી રાત્રે વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ સાથે વિજળીના કડાકાભડાકા વચ્ચે રવિવારે રાત્રે 1 વાગ્યે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને વિજળી ત્રાટકી હતી.

વિજળી એટલી ખતરનાક હતી કે ગર્જનાથી લોકોના હદયના ધબકારા બંધ થઇ ગયા. પાટણના વાળીનાથ ચોક વિસ્તારની અનેક સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના 32 ઘરો પૈકીના તમામ ઘરોમાં પંખા, ટીવી, ફ્રીજ સહિતના વિજ ઉપકરણો બળી ગયા. તો આસપાસની અન્ય કેટલીક સોસાયટીમાં પણ વિજળીના ભયાનક કડાકાથી મોટું નુકસાન પહોચ્યું છે.

આમ, પાટણ શહેરમાં વરસાદની ખુશીની વચ્ચે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. અને, વિજળી પડવાની ઘટનાથી અનેક લોકો હેબતાઇ પણ ગયા હતા.

 

Published On - 9:31 pm, Mon, 12 July 21

Next Video