Patan : યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થિની 5 દિવસના સંઘર્ષ બાદ પરત ફરી, જાણો પોલેન્ડ બોર્ડરની સ્થિતિ અંગે શું કહ્યું?

|

Mar 02, 2022 | 2:01 PM

વિદ્યાર્થિનીએ જણાવ્યું કે પોલેન્ડ બોર્ડર પર લાખો લોકો બોર્ડર ક્રોસ કરવા ઉમટ્યા છે. જેમાં મહત્વના દસ્તાવેજ સિવાય તમામ કિંમતી સામાન ફેંકી દેવો પડી રહ્યો છે કેમ કે સામાન સાથે બોર્ડર ક્રોસ કરવો ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે

Patan : યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થિની 5 દિવસના સંઘર્ષ બાદ પરત ફરી, જાણો પોલેન્ડ બોર્ડરની સ્થિતિ અંગે શું કહ્યું?
યુક્રેનમાં ફસાયેલી વિઘીર્થીની જાનવી મોદી 5 દિવસના સંઘર્ષ બાદ યુક્રેનથી પાટણ પરત ફરી

Follow us on

યુક્રેન રશિયા (Ukraine Russia) વચ્ચે ભીષણ યુધ્ધ શરુ થતા યુક્રેન (Ukraine) માં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા હજારો વિઘાર્થીઓ (Students)  ફસાયા છે. યુક્રેનના મોટાભાગના રાજ્યો પર એકસ્ટ્રાઇક અને મિસાઇલ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જેમાં સેંકડો લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે પાટણની યુક્રેનમાં ફસાયેલી વિઘીર્થીની જાનવી મોદી 5 દિવસના સંઘર્ષ બાદ યુક્રેનથી પાટણ પરત ફરી છે. જાનવી મોદી ઘરે પરત ફરતા જ પરીવારજનોમાં આનંદ છવાયો છે. તો ભીષણ યુદ્ધ વચચેથી હેમખેમ પરત ફરતા જાનવીના પરીવારજનોએ જાનવીની આરતી ઉતારીને ગૃહ પ્રવેશ કરાવ્યો.

તો જાનવી મોદીએ યુક્રેનમા ચાલતા ભીષણ યુઘ્ધ અને તેને પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવા પડેલ મુશ્કેલી અને સંઘર્ષ વિષે પણ પોતાની આપવીતી જણાવી. જાનવીએ જણાવ્યું કે .. પોલેન્ડ બોર્ડર પર લાખો લોકો બોર્ડર ક્રોસ કરવા ઉમટ્યા છે . જેમાં મહત્વના દસ્તાવેજ સિવાય તમામ કિંમતી સામાન ફેંકી દેવો પડી રહ્યો છે કેમ કે સામાન સાથે બોર્ડર ક્રોસ કરવો ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે.

તો બીજીબાજુ હજુ પણ ઉતર ગુજરાતના અનેક વિઘીર્થીઓ યુક્રેનના બુખારેસ્ટ રાજ્યમાં ફસાયા છે. બુખારેસ્ટના બંકરમા ઉતર ગુજરાતના મોટીસંખ્યામા ફસાયેલા વિઘાર્થીઓ બંકરમા રહી રહ્યા છે. બુખારેસ્ટમાં ફસાયેલા ગુજરાતી વિઘીર્થીઓ છેલ્લા ૫ દિવસથી મદદની રાહ જોઇ રહ્યા છે. તેમને ભારત પરવા માટે હજુ કોઇ મદદ નથી મળી. ભારત સરકાર દ્વારા ફસાયેલા વિઘીર્થીઓને બુખારેસ્ટમાંથી બહાર કાઠવા વિઘીર્થીઓ આ વિડીયો જાહેર કરીને અપીલ કરી છે. હજુ પણ ઉતર ગુજરાતના અનેક વિઘાર્થીઓ યુક્રેનના અલગ અલગ રાજ્યોની બોર્ડરો પર ફસાયા છે અને સરહદ પાર કરવા મામલે ચિંતામાં ડૂબ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દાદરાનગર હવેલી ની બે વિદ્યાર્થીનીઓ પણ પોતાના ઘરે પરત ફરી

ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની બે વિદ્યાર્થિનીઓ પણ પોતાના ઘરે પરત ફરી છે. વિદ્યાર્થીની ધ્વનિ પ્રધાન અને ખુશી ભંડારી પણ પોતાના ઘરે પરત ફરી છે . ધ્વનિ અને ખુશી બંને ઘરે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સરું થયું હતું ત્યારથી અહી તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આથી સરકારની મદદ મળે તે માટે બંને પરિવારો એ દાદરા નગર હવેલી ના સાંસદ કલાબેન ડેલકરને મલી અને રજૂઆત કરી હતી. આજે પ્રદેશની બંને વિદ્યાર્થિનીઓ સલામત રીતે ઘરે આવતા સાંસદ કલાબેન્ ડેલકર એ આજે વતન પરત ફરેલી બંને વિદ્યાર્થિનીઓ ધ્વનિ અને ખુશી સાથે તેમના પરિવાર ને પણ મળ્યા હતા અને  ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુંની આત્મહત્યા, આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

આ પણ વાંચોઃ Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ

Next Article