Patan: HNG યુનિવર્સિટીના પ્રોફેસરે પ્રાપ્ત કરી એક નવી સિદ્ધિ, બટાટામાંથી બાયોપ્લાસ્ટીકનુ સંશોધન કર્યુ

|

May 03, 2022 | 5:55 PM

પાટણની (Patan) HNG યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.આશિષ પટેલે બટાટામાંથી બાયોપ્લાસ્ટીકના (Bioplastic) સંશોધનનુ રીસર્ચ કરીને એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે.

Patan: HNG યુનિવર્સિટીના પ્રોફેસરે પ્રાપ્ત કરી એક નવી સિદ્ધિ, બટાટામાંથી બાયોપ્લાસ્ટીકનુ સંશોધન કર્યુ
HNG University professor Discovers bioplastics from potatoes

Follow us on

પાટણના (Patan) પ્રોફેસરે બટાટામાંથી બાયોપ્લાસ્ટીકનુ (Bioplastic) સંશોધન કરીને એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેટલું જ નહિ હવે આ પ્રોજેકટને સ્વરુપ આપવાની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે. બટાટાના (Potatoes) સ્ટાર્ચમાંથી કેમીકલ દ્વાર ઝડપથી નાશ પામનાર બાયોપ્લાસ્ટીકના સંશોધનથી ન માત્ર પર્યાવરણ (environment) જ શુદ્ધ બનશે પરંતુ સાથે સાથે ખેડૂતો અને ખેતીને પણ અનેક ફાયદા થશે. આ સંશોધનથી પ્રદૂષણમાં ઘટાડો થશે. ચાલો તમને જણાવીએ આ ખાસ સંશોધન વિશે.

બટાટામાંથી બાયોપ્લાસ્ટીકનું અનોખુ સંશોધન

પ્લાસ્ટિકનું નામ સાંભળતા જ પર્યાવરણ, આરોગ્ય અને ધરતી પર વધતા ગ્લોબલવોર્મિંગની આડઅસરો સામે આવી જાય છે. પ્લાસ્ટિકથી ન માત્ર જનજીવન કે જીવસૃષ્ટિ પર અસર પડી રહી છે, પરંતુ સૌથી મોટી અસર પર્યાવરણ પર રહી છે જેની અનેક ઘટનાઓનો સામનો આજે આપણે કરી રહ્યા છીએ. પરંતુ હવે એક નવા પ્લાસ્ટિકના સંશોધનની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. પાટણની HNG યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.આશિષ પટેલે બટાટામાંથી બાયોપ્લાસ્ટીકના સંશોધનનુ રીસર્ચ કરીને એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. બટાટાના સ્ટાર્ચમાંથી જરુરી કેમીકલના પ્રોસેસીંગ બાદ તેમાંથી બાયોપ્લીસ્ટીક બનશે.

સડેલા બટાટા પણ થશે ઉપયોગી

બટાટાના બાયોપ્લાસ્ટીકના નવા સંશોધનથી પર્યાવરણ પર થતી આડઅસરોને ઘટાડવામાં કેટલાક અંશે ચોક્કસ મદદરુપ મળશે. તેટલુ ન જ નહિ ખેડૂતો દ્વારા જે બીનઉપયોગી એટલે કે સડેલા કે ખરાબ બટાટા રોડ પર કે તેનો જેમતેમ નાશ કરીને પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. તે જ ખરાબ અને સડેલા બટાટાનો લાભ પણ હવે ખેડૂતને થશે. એવું નથી કે માત્ર સારા જ બટાટામાંથી બાયોપ્લાસ્ટીક બની શકે. કોઇપણ પ્રકારના બટાટા પછી ભલે તે સડી ગયેલા બટાકા પણ કેમ ન હોય, તેમાંથી બાયોપ્લાસ્ટીક બની શકશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રોજેક્ટ ટુંક સમયમાં સ્વરૂપ લેશે

બટાટામાંથી બનાવેલુ બાયોપ્લાસ્ટીક માત્ર ગણતરીના જ દિવસોમાં નાશ પામશે. એટલું જ નહિ જો ભુલથી આ બાયોપ્લાસ્ટીકનું સેવન પણ થઇ જાય તો સ્વાસ્થ્યને તે જરા પણ આડઅસર કરતુ નથી. પાટણની HNGU યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસરની આ સિદ્ઘિનું પ્રાયોગિક પ્રોજેકટ પર કામ શરુ થઇ કરી દેવાયું છે અને ટૂંક જ સમયમાં આ પ્રોજેકટ મુખ્ય સ્વરૂપે શરુ થઇ ગઇ છે.

(ઇનપુટ્સ: સુનીલ પટેલ, પાટણ )

Published On - 4:49 pm, Tue, 3 May 22

Next Article