PATAN : 6 લાખના દારૂ સાથે બુટલેગર મોતીભા ઝડપાયો

|

Aug 16, 2021 | 1:05 PM

તાજેતરમાં સાંસદ અને બુટલેગર મોતીભા વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપે ભારે ચર્ચા જગાવી હતી. જે ઓડીયો કલીપમાં બુટલેગર મોતીભા ખૂલ્લેઆમ દારુ વહેંચાતો હોય તેવું જણાવે છે.

PATAN : તાજેતરમાં સાંસદ અને બુટલેગર મોતીભા વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપે ભારે ચર્ચા જગાવી હતી. જે ઓડીયો કલીપમાં બુટલેગર મોતીભા ખૂલ્લેઆમ દારુ વહેંચાતો હોય તેવું જણાવે છે. ત્યારે ખુદ બુટલેગર અને દારુનો નશો કરનાર મોતીભા જ ઝડપાયો છે દારુના નશામાં. મોતીભા નામના આ શખ્સને પીધેલી હાલતમાં સરસ્વતી પોલીસે ઝડપી પાડ્યો છે. જેની સામે પ્રોહિબીશનનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોતીભા પર દારુ વહેંચવાના 6 ગુન્હા છે અને હાલમાં જ રુપિયા 6 લાખના દારુ સાથે પોલીસે મોતીભાને ઝડપ્યો હતો. જોકે, ઓડીયો વાયરલ કરી મોતીભા પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવા માંગતા હતા. જેથી તેને દારુનો ધંધો કરતા કોઇ રોકે નહિ. પરંતુ મોતીભા ખુદ હવે દારુના નશામાં ઝડપાઇ ગયો છે.અને જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે.

Published On - 12:54 pm, Mon, 16 August 21

Next Video