Patan : HNGU યુનિવર્સિટીની અંતિમ ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, બાકી રહેતી તમામ પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે

|

Jul 15, 2021 | 4:34 PM

જે વિધાર્થીઓ ઓનલાઇન પરીક્ષાઓમાં નાપાસ થયા છે, તે વિઘાર્થીઓ માટે પણ ઓફલાઇન MCQ બેઝડ પરીક્ષા લેવામાં આવશે. જેથી નાપાસ થયેલ વિઘીર્થીઓને વઘુ એક તક મળી શકે.

લાંબા સમય બાદ રાજ્યભરમાં ઓફલાઈન શિક્ષણ (Offline Education) કોવિડના નિયમો સાથે શરૂ થઈ રહ્યું છે, ત્યારે પાટણ HNGU યુનિવર્સિટીની અંતિમ ઓનલાઈન પરીક્ષાનો (Online Exam) પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 વિભાગની ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે હવે પછીની તમામ પરીક્ષાઓ ઓફલાઇન યોજવાનો નીર્ણય પણ HNGU પરીક્ષા વિભાગ દ્વારા લેવાયો છે.

આ ઉપરાંત જે વિધાર્થીઓ ઓનલાઇન પરીક્ષાઓમાં નાપાસ થયા છે, તે વિઘાર્થીઓ માટે પણ ઓફલાઇન MCQ બેઝડ પરીક્ષા લેવામાં આવશે. જેથી નાપાસ થયેલ વિઘીર્થીઓને વઘુ એક તક મળી શકે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ઓફલાઈન શિક્ષણને (Offline Education) મંજુરી આપવામાં આવી છે. 15 જુલાઈથી ધોરણ 12 અને કોલેજોના એફલાઈન વર્ગો શરૂ થશે. છેલ્લા, દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ (Online Education) લઈ રહ્યા છે. ત્યારે સ્કુલ અને કોલેજ શરૂ કરવાની લીલીઝડી મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહત્વનું છે કે, ઓફલાઈન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીની મંજુરી મેળવવી ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા ન માંગતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે સ્કુલોએ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે.

Next Video