Rain Update: બે કલાકમાં 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ

|

Aug 23, 2022 | 11:02 AM

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ પાટણના (Patan) સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.

Rain Update: બે કલાકમાં 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ
ગુજરાતમાં અનરાધાર વરસાદ

Follow us on

રાજ્યમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ (Monsoon 2022) જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ પાટણના (Patan) સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણમાં બે ઇંચ, જ્યારે રાધનપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં કચ્છમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ છે. ચાલુ સીઝનમાં કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં 108.15 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 98.94 ટકા વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના ડેમમાં પાણીની ધરખમ આવક

બીજી તરફ સારા વરસાદને કારણે ગુજરાતના ડેમમાં પાણીની ધરખમ આવક થઇ છે. 206 ડેમમાંથી 92 ડેમ 90 ટકાથી વધુ ભરાઇ ગયા છે. તો 92 ડેમને હાલમાં હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યના 12 ડેમ 80થી 90 ટકા ભરાતા તેને એલર્ટ પર રખાયા છે. હજૂ પણ 83 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે. રાજ્યના ડેમ સરેરાશ 81.48 ટકા જેટલા ભરાયા છે. ઉત્તર ગુજરાતના ડેમમાં 74 ટકા પાણી ભરાયું છે. તો દક્ષિણ ગુજરાતના ડેમમાં 77 ટકા, મધ્ય ગુજરાતના ડેમમાં 76 ટકા પાણી છે. કચ્છના ડેમમાં 75 ટકા અને સૌરાષ્ટ્રના ડેમમાં 71 ટકા પાણી ભરાયું છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ભારે વરસાદની આગાહી

બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે.. જે બાદ હળવો વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી ગુરૂવારના રોજ બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી શુક્રવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Next Article