Patan:ગુજરાતના (Gujarat)પાટણમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction)જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાટણના હારીજ માં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 118. 78 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 13,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,30,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જ્યારે તેની નિરીક્ષણની તારીખ 14 .06.2023 બપોરે 02 .00 થી 4 .00 વાગ્યે સુધી છે. તેની ઇ- હરાજી તારીખ : 23 .06.2023 સવારે 12.00 થી 1. 00 વાગ્યે સુધી છે.
1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે.
2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે.
3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.
4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ
5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે
6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.
આ પણ વાંચો : Surat : ભાડુઆત મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી થઇ ગયો હતો ફરાર, 5 મહિનાની મહેનત બાદ પોલીસે ઝડપી પાડ્યો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો