ગ્રેડ પે આંદોલનમાં 500 થી વધુ પોલીસકર્મીઓ સામે ફરિયાદ! ધારાસભ્ય કિરીટ પટેલે ફરિયાદ રદ કરવા CM ને લખ્યો પત્ર
ગ્રેડ પે આંદોલનમાં કેટલાક પોલીસ કર્મીઓ સામે પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનાર 500થી વધુ પોલીસકર્મી સામે ફરિયાદ થઈ છે.
રાજ્યમાં ગ્રેડ પે મુદ્દે આંદોલન ચાલ્યું હતું. જેમાં આખરે કમિટી બનાવવામાં આવી છે. ત્યારે કમિટી દ્વારા પોલીસના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ એતો સમય જ બતાવશે. પરંતુ આ આંદોલનમાં કેટલાક પોલીસ કર્મીઓ સામે પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનાર 500થી વધુ પોલીસકર્મી સામે ફરિયાદ થઈ છે. જેને લઈને હવે કોંગ્રેસ નેતા આગળ આવ્યા છે. આ ફરિયાદો રદ કરવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સસ્પેન્ડ કરેલા પોલીસકર્મીઓ સામેની કાર્યવાહી રદ કરવાની પણ માગણી કરી છે.
કિરીટ પટેલે કહ્યું કે 500 થી વધુ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 15 થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર એક બાજુ પોલીસનું મોરલ વધારવાની વાત કરે છે. ત્યારે શિસ્તના નામે કરવામાં આવેલી આ કાર્યવાહી યોગ્ય નથી.
આ પણ વાંચો: ધોરણ 9 થી 12 માં હવે પ્રવેશ ન આપવાનો સરકારનો પરીપત્ર, રાજ્ય બહારના બાળકનું ભણતર બગડવાની ભીતિ