PAPER LEAK : ધરપકડનો દૌર યથાવત, વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે રોજેરોજ નવા આરોપીની ધરપકડ થઈ રહી છે. અને પોલીસે પણ તપાસ તેજ કરી છે. ગુરુવાર મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી.

PAPER LEAK :  ધરપકડનો દૌર યથાવત, વધુ બે આરોપીની ધરપકડ, કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા
PAPER LEAK:
| Edited By: | Updated on: Dec 25, 2021 | 6:54 AM

PAPER LEAK : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે વધુ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજુર કર્યા તો બીજી તરફ અગાઉ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ સમય પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. અને પોલીસે ફરધર રિમાન્ડની માગ કરતા કોર્ટે નામંજુર કર્યા છે. તો પોલીસ પણ સોમવારે રિમાન્ડ માટે સેશનન્સ કોર્ટમાં રિવાઇસ અરજી કરશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે રોજેરોજ નવા આરોપીની ધરપકડ થઈ રહી છે. અને પોલીસે પણ તપાસ તેજ કરી છે. ગુરુવાર મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. અને આરોપી પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલની સામસામે દલીલ ચાલી હતી. દલીલના અંતે કોર્ટે દેવલ પટેલના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતો. તો રાજુ અગ્રવાતના રિમાન્ડ ના મંજુર કર્યા છે. તો રાજુ અગ્રવાત અમરેલી જિલ્લાના બાબરાનો હોવાને લઇ વધુ તપાસ જરૂરી હોવાને લઇ પોલીસે પણ રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી માટેની તૈયારી કરી લીધી છે.

પેપર લિકમાં સંડોવાયેલા અને અગાઉ ઝડપેલા ત્રણ આરોપીને 20 ડિસેમ્બરે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા હતા. અને શુક્રવારે ફરી કોર્ટમાં રજૂ કરતા પોલીસે વધુ તપાસ માટે આઠ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા હતા.કિશોર આચાર્ય, દિપક પટેલ અને મંગેશ શિરકેના ફરધર રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજુર કરતા પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી કરવામાં આવશે. તો પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી અને હજુ તપાસ ચાલી રહી છે અને હજુ આરોપીની ધરપકડ કરાઈ રહી છે.

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન રાશિ 25 ડિસેમ્બર: દરેક પર વિશ્વાસ ન કરો, બેદરકારીના કારણે મોટો ઓર્ડર હાથમાંથી નીકળી શકે છે

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ રાશિ 25 ડિસેમ્બર: મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ, મહત્વપૂર્ણ સિદ્ધિ તમારી રાહ જોઈ રહી છે

Published On - 6:52 am, Sat, 25 December 21