Panchmahal: છેલ્લા 35 વર્ષથી સારા રસ્તાની રાહ જોતા ખુદરા ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવવાની કરી શરૂઆત, જુઓ Video

|

Apr 01, 2023 | 6:59 PM

લોકો મત લેવા આવે ત્યારે માત્ર સુવિધાઓ આપવાની વાતો જ કરે છે અને ચોમાસામાં તો રહીશોને બહાર નીકળવામાં આંખે પાણી આવી જતા હોય છે. આથી ફળિયાના લોકોએ જાતે જ 3 લાખના ખર્ચે જાતે જ કાચો રસ્તો બનાવ્યો હતો.

Panchmahal: છેલ્લા 35 વર્ષથી સારા રસ્તાની રાહ જોતા ખુદરા ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવવાની કરી શરૂઆત, જુઓ Video

Follow us on

કહેવત છે કે જાત મહેનત જિંદાબાદ અને પારકી આશ સદા નિરાશ. આ બાબતને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ખુદરા ગામના ફળિયાના રહિશોએ જાતે જ રસ્તો બનાવવાનું કામ  શરૂ કર્યું છે.

છેલ્લા 35 વર્ષથી છે રસ્તાનો અભાવ

અહીંના રહીશોએ જણાવ્યું હતું કે વર્ષોથી તેઓને રસ્તાની સુવિધા મળી નથી અને લોકો મત લેવા આવે ત્યારે માત્ર સુવિધાઓ આપવાની વાતો જ કરે છે અને ચોમાસામાં તો રહીશોને બહાર નીકળવામાં આંખે પાણી આવી જતા હોય છે. આથી ફળિયાના લોકોએ જાતે જ 3 લાખના ખર્ચે જાતે જ કાચો રસ્તો બનાવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આટલા વર્ષોમાં કોઈ રાજકારણી અને સરકાર અમારી સામે જોતી નથી અમે પંચાયતથી માંડીને  સરકાર સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ અને હવે હારી થાકીને  અમે જાતે જ અમારું કામ કરવાનું નક્કી કર્યું છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો: Gujarati Video: ટ્રેન આવી ગઈ તો પણ ફાટક બંધ ન થયું, પછી શું થયું તેનો જુઓ વાયરલ Video

અંતિમ સંસ્કાર, પ્રસૂતા સ્ત્રીઓને મુખ્ય માર્ગ સુધી લઇ જવામાં પારાવાર મુશ્કેલી

મોરવા હડફના ખુદરા ફળિયામાં 70થી વધુ રહેણાંક મકાનો છે. અહીં રહેતા ગ્રામિણોએ જણાવ્યું હતું કે જ્યારે ચોમાસામનો સમય હોય ત્યારે તો ગામ બહાર નીકળવું પણ અઘરું થઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં કોઈના અંતિમ સંસ્કાર કરવાના હોય કે પછી પ્રસૂતાને ડીલીવરી માટે લઈ જવાની હોય અથવા તો કોઈને પણ કોઈ પરિસ્થિતમાં ગામ બહાર નીકળવું  ઘણું કઠિન હોય છે.

આવી પરિસ્થિતિમાં ગ્રામજનોએ જાત મહેનત જિંદાબાદના વિચાર સાથે કોઈ નેતા કે અધિકારીઓની આશા ન રાખતા રૂપિયા 3 લાખના ખર્ચે કાચો રસ્તો બનાવાવનું કામ શરૂ કર્યું હતું. જોકે આ રસ્તો કાચો છે અને માટી વાળો છે તેના કારણે ચોમાસામાં તકલીફ પડે તેવી શકયતા છે પરંતુ ગ્રામજનો માટે હાલ તો આ રસ્તો  બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે જે ગુજરાતમાં વિકાસની મોટી વાતો કરવામાં આવે છે ત્યાં આવી માળખાગત સુવિધાઓ માટે છેવાડાના લોકોએ ક્યાં સુધી ઝઝૂમવું પડશે.

વિથ ઇનપુટ: નિકુંજ સોની, પંચમહાલ TV9

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:36 pm, Sat, 1 April 23

Next Article