PANCHMAHAL : બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો જપ્ત, પોલીસે કાર્યવાહી આરંભી

|

Jul 17, 2021 | 5:54 PM

પંચમહાલ જિલ્લામાં બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યા છે. જેમાં આશરે 5 હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો છે.

PANCHMAHAL : જિલ્લામાં બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યા છે. જેમાં આશરે 5 હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો છે. નોંધનીય છેકે ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા પમ્પ પર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે 2.94 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે શંકાસ્પદ બાયોડીઝલના નમુના મેળવી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. અહીં નોંધવું રહ્યું કે જિલ્લામાં અવારનવાર બાયોડીઝલના કાળા કારોબારના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આ વખતે ઝડપાયેલા બાયોડીઝલના શંકાસ્પદ જથ્થાની તપાસમાં નવું શું ખુલે છે તેના પર સૌ-કોઇની નજર રહેશે.

 

Next Video