Panchmahal: ગોધરા સરકારી ઇજનેરી કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ GTUમાં 98.40% પરિણામ સાથે ઉત્તીર્ણ થયા

|

Jun 04, 2022 | 5:53 PM

આ વર્ષે મિકેનિકલ વિદ્યાશાખાનું પરિણામ 100%, સિવિલનું 98.21%, ઇલેક્ટ્રિકલનું 98.11% અને EC નું 95% પરિણામ આવેલ છે. મિકેનિકલ વિદ્યાશાખામાં 10 માંથી 10 SPI મેળવેલ હોય એવા કુલ 27 વિદ્યાર્થીઓ, સિવિલમાં 10 વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રિકલમાં 7 વિદ્યાર્થીઓ અને ECમાં 4 વિદ્યાર્થીઓ છે.

Panchmahal: ગોધરા સરકારી ઇજનેરી કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ GTUમાં 98.40% પરિણામ સાથે ઉત્તીર્ણ થયા
Godhra Government Engineering College

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) ની સરકારી ઇજનેરી કોલેજના ફાઇનલ યરમાં અભ્યાસ કરતા 187 વિદ્યાર્થીઓ પૈકી 184 વિદ્યાર્થીઓ (students) ગઈકાલે GTU દ્વારા જાહેર પરિણામમાં પાસ થતા સંસ્થાએ કુલ 98.40% પરિણામ મેળવેલ છે. સંસ્થાના આચાર્ય પ્રો એ. કે. પટેલ સાહેબ એ જણાવ્યું હતુ કે સંસ્થામાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર પંચમહાલ -મહીસાગર જિલ્લાના હોવાથી ખુબ આનંદ અને ગર્વની લાગણી અનુભવાઈ રહી છે. આ વર્ષે મિકેનિકલ વિદ્યાશાખાનું પરિણામ 100%, સિવિલનું 98.21%, ઇલેક્ટ્રિકલનું 98.11% અને EC નું 95% પરિણામ આવેલ છે. મિકેનિકલ વિદ્યાશાખામાં 10 માંથી 10 SPI મેળવેલ હોય એવા કુલ 27 વિદ્યાર્થીઓ, સિવિલમાં 10 વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રિકલમાં 7 વિદ્યાર્થીઓ અને ECમાં 4 વિદ્યાર્થીઓ છે.

સંસ્થાના પ્રો. જી. એ. રાઠવા, પ્રો અનંત શેઠ, પ્રો એસ એલ પંચાલ, પ્રો નિતિ દેસાઈ, પ્રો રાકેશ સોની, પ્રો અલ્પેશ મેહતા, પ્રો હાર્દિક શુક્લ, પ્રો દીક્ષિત પાઠક વિગેરેએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય પ્રો. એ. કે. પટેલ સાહેબએ જણાવ્યું હતુ કે સંસ્થામાં કોરોના કાળમાં પણ વિદ્યાર્થી ઓ ને અભ્યાસ ઉપરાંત પણ ઓવરઓલ વિકાસ થાય તે માટે ટેક્નિકલ સોસાયટીઓ વાઈબ્રેશન સોસાયટી, ISHRAE (ઇન્ડિયન સોસાયટી ફોર હિટિંગ, રેફરીજરેટિંગ અને એર કન્ડિશનિંગ) સોસાયટી ના સ્ટુડન્ટ ચેપ્ટર સ્થાપવા મા આવ્યા છે.

વિદ્યાર્થીઓને નિયમિત INDUSTRY એક્સપર્ટસ ના લેક્ચર, ઇન્ડસ્ટ્રી વિઝીટ, વિવિધ તાલીમો,RUSA અંતર્ગત કાર્યકમો, NSS, સ્પોર્ટ્સ એક્ટિવિટી,આઝાદી કા અમૃત મહોત્સવ, એક ભારત શ્રેષ્ઠ ભારત, SSIP સેલ દ્વવારા વિવિધ પ્રવૃતિઓ અને ફંડ આપવામાં આવે છે. ગોધરા ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ સમાન થવા પામી છે. હાલ જાહેર થયેલા પરિણામોમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના જ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગોધરા સરકારી ઈજનેરી કોલેજનું 98.14% પરિણામ જ અહીં અભ્યાસની ગુણવત્તા તેમજ પ્રોફેસરોની ખૂબ જ ઉમદા કાર્યદક્ષતાની છબી ઉપસાવે છે. પંચમહાલ જિલ્લા જેવા પછાત વિસ્તારમાં પણ સારા પરિણામો સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ સરકાર તેમજ કોલેજના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કોલેજ સ્ટાફે પણ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. (ઇનપુટ્સ  – નિકુંજ પટેલ, પંચમહાલ)

Next Article