Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

|

Jul 11, 2021 | 4:01 PM

રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે.

Panchmahal : રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે. આવું જ કંઇક જોવા મળ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે. અહીં, રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. જોકે, લોકો આ દરમિયાન કોરોના ગાઇડલાઇનને અનુસરવાનું ભૂલ્યાં છે. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. તો મોટાભાગના લોકો માસ્ક વગર નજરે પડયા હતા. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના મંદિરના દર્શને આવેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નોંધનીય છેકે યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત રાજય સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે લોકોની આ ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ ન બને તો નવાઇ નહીં.

Next Video