Pavagadh માં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનતા નહીં ચઢવાં પડે પગથિયા

|

Jan 19, 2023 | 3:39 PM

લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વે (Rope way)માંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 450 જેટલા પગથિયાં ચઢીને જવું પડે છે. લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે.

Pavagadh માં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનતા નહીં ચઢવાં પડે પગથિયા
પાવાગઢમાં મંદિર સુધી જવા માટે બનશે બે લિફ્ટ

Follow us on

પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે લિફ્ટના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે કે આ લિફ્ટનું કામ પૂર્ણ થતા દર્શનાર્થીઓ તેની મદદથી સીધા નીજ મંદિરમાં પહોંચી શકશે. રૂપિયા 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનાવવામાં આવશે. જેમાં 20 લોકોનો સમાવેશ થઈ શકશે. પાવાગઢ જતા છસિયા તળવાથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું નિર્ણાણ કરવામાં આવશે. કુલ 70 મીટરની ઊંચાઈ ધરવાતી હાઇસ્પીડ લિફ્ટ બનાવવામાં આવશે.

રોપ વેમાંથી ઉતરીને ચઢવા પડે છે 450 પગથિયાં

આ લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વેમાંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 450 જેટલા પગથિયાં ચઢીને જવા પડે છે. ત્યારે લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે. આ લિફ્ટની બનાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. શાસ્ત્રોકત વિધી સાથે લિફ્ટના કામની ખાત વિધી કરવામાં આવી હતી.

 પાવાગઢ મંદિર સુધી લઈ જતો રોપ વે 21 જાન્યુઆરી સુધી બંધ

મંદિર સુધી લઈ જતો રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવ્યો છે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢના દર્શન માટે સતત રોપ વેનો ઉપયોગ થતો હોય છે આથી રોપ વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. 16 જાન્યુારીથી બંધ થયેલો રોપ વે 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

મંદિરની ઉપર ધજારોહણ થયા બાદ દર્શનાર્થીઓમાં થયો વધારો

ગત વર્ષે પાવાગઢ મંદિર ઉપર પ્રથમ વાર ધજા ચઢાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર ઉપર ધજા ચઢાવ્યા બાદ અહીં સતત દર્શનાર્થીઓ વધી રહ્યા છે. રવિવાર તેમજ તહેવારના દિવસે  તેમજ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

Next Article