પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં લમ્પી વાયરસના નહિવત કેસો, પશુઓનું રસીકરણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું

|

Aug 06, 2022 | 4:53 PM

પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને તા:01-04-2022 થી તા.05-08-2022 સુધીમાં 203 કેસો સામે આવ્યા છે જે તમામની સારવાર કરવામાં આવી છે. જયારે તા:05-08-2022 ના રોજ પંચમહાલમાં 16 અને મહીસાગરમાં 5 કેસો મળી આવેલા છે.

પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં લમ્પી વાયરસના નહિવત કેસો, પશુઓનું રસીકરણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું
Panchamrut Dairy Chairman Jetha Bharwad

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સતત વધી રહેલા લમ્પી વાયરસના(Lumpy Virus)  કેસના પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ(Panchmahal)  અને મહિસાગર જિલ્લામાં પણ લમ્પી વાયરસનો ફેલાવો જોવા મળ્યો છે. તેવા સમયે દુધાળા પશુઓમાં લમ્પી વાયરસના કેસોને લઈને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે લમ્પી વાયરસ નવો વાયરસ નથી ,લમ્પી વાયરસના ગયા વર્ષે પણ કેસો સામે આવ્યા હતા. ગયા વર્ષે લમ્પી વાયરસના 10 હજાર કેસો સામે આવ્યા હતા અને તે તમામની સારવાર કરવામાં આવી હતી અને તમામને સાજા કરવામાં આવ્યા હતા, કોઈ પશુનું મોત થયું નહોતું

લમ્પી વાયરસના કેસોને લઈને પંચમહાલ ડેરીમાં દૂધની આવક પર કોઈ અસર નહિ

આ વર્ષે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને તા:01-04-2022 થી તા.05-08-2022 સુધીમાં 203 કેસો સામે આવ્યા છે જે તમામની સારવાર કરવામાં આવી છે. જયારે તા:05-08-2022 ના રોજ પંચમહાલમાં 16 અને મહીસાગરમાં 5 કેસો મળી આવેલા છે. જયારે પંચમહાલ ડેરીના 70 પશુચિકિત્સકો દ્વારા ત્રણેય જિલ્લામાં રસીકરણ અને જરૂરી સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પંચમહાલ ડેરીના 3.50 લાખ સભાસદોને આ વાયરસથી બચવા માટેના ઉપાયો અને જાળવણી માટેની સમજ પત્રિકાઓ દ્વારા આપવામાં આવી છે. લમ્પી વાયરસના કેસોને લઈને પંચમહાલ ડેરીમાં દૂધની આવક પર કોઈ અસર જોવા મળી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લમ્પી વાયરસને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં

પશુઓમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે છે. જ્યાં લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે.  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે  પશુઓના આઈસોલેશન કમ વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. ત્યારબાદ તેમણે જામનગર કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક યોજી.. જેમાં તેમણે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને રોકવા કેવા પગલાં લેવાઈ રહ્યા છે તેની વિગતો મેળવી હતી.. સાથે જ ઉચ્ચ અધિકારીઓને લમ્પી વાયરસ પર કાબૂ મેળવવા સૂચના આપવામાં આવી છે.. અધિકારીઓને તેનું આયોજન કરવા કહેવાયું છે..સીએમની મુલાકાત દરમિયાન પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article