Godhra નગરપાલિકામાં ભાજપે ફરી સત્તા મેળવી, અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા

|

Jul 15, 2021 | 4:31 PM

અપક્ષમાંથી જીતેલા અને AIMIMના ટેકાથી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ સંજય સોની ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તેમજ સંજય સોનીના ભાજપમાં જોડાવાથી હવે ગોધરા નગરપાલિકામાં સંપૂર્ણ સત્તા ભાજપ પાસે આવી છે.

ગોધરા(Godhra )  નગરપાલિકા પર ભાજપે(BJP)  સંપૂર્ણ સત્તા મેળવી છે. જેમાં થોડા સમય પહેલા અપક્ષો એ ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવી હતી. જો કે તેના થોડા દિવસો બાદ જ નગરપાલિકાની તમામ સમિતી પર ભાજપે કબજો મેળવ્યો હતો. તેમજ ગુરુવારે અપક્ષમાંથી જીતેલા અને AIMIMના ટેકાથી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ  સંજય સોની ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તેમજ સંજય સોનીના ભાજપમાં જોડાવાથી હવે ગોધરા નગરપાલિકામાં સંપૂર્ણ સત્તા ભાજપ પાસે આવી છે.

Next Video