Panchmahal : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે, ગોધરામાં જાહેર સભાને સંબોધશે

જે પી નડ્ડા આજે પંચમહાલના ગોધરામાં જાહેર સભાને સંબોધશે. જે પી નડ્ડાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહેશે.

Panchmahal : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે, ગોધરામાં જાહેર સભાને સંબોધશે
J P Nadda
| Edited By: | Updated on: Jul 10, 2023 | 9:54 AM

Panchmahal : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા (J P Nadda) આજે ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ પંચમહાલના ગોધરામાં (Godhra) જાહેર સભાને સંબોધશે. જે પી નડ્ડાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહેશે. આ ઉપરાંત નડ્ડા વડોદરામાં પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ કરશે.

વરસતા વરસાદમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

જે.પી નડ્ડાના આગમનને લઈ વરસતા વરસાદમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગોધરા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. આ સભામાં 25 હજાર કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. ત્યારે એક તરફ વરસાદ અને બીજી તરફ વિશાળ ડોમમાં જાહેરસભા યોજાશે. જેના કારણે ભાજપ માટે વરસાદમાં કાર્યકર્તાઓની ભીડ ભેગી કરવી તે સૌથી મોટો ટાસ્ક રહેશે.

આ પણ વાંચો Gandhinagar News : રાજ્યસભાની ચૂંટણી માટે એસ જયશંકર આજે નોંધાવશે ઉમેદવારી, કોંગ્રેસ દાવેદારી જ નહીં કરે, જુઓ Video

રાજ્ય સભાની ચૂંટણી અંગે પણ થઈ શકે છે ચર્ચા

જેપી નડ્ડાની આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આજે એક તરફ રાજ્ય સભાની ચૂંટણી માટે એસ જયશંકર ઉમેદવારી ફોર્મ ભરશે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોધરામાં જાહેર સભાને સંબોધશે અને ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરશે. આ દરમિયાન રાજ્યસભાની બાકીની 2 બેઠકો પર હજુ નામ જાહેર કરાયા નથી. તો તે અંગે પણ નિર્ણય કરી શકે છે.

વડોદરામાં ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરશે

જેપી નડ્ડા તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં જાહેર સભાને સંબોધશે. નડ્ડા સવારે 11 વાગ્યાની આસપાસ જાહેર સભામાં પહોંચે તેવી શક્યતા છે. આ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વડોદરા જશે. જ્યાં ભાજપના કાર્યકરો સાથે સંવાદ પણ કરશે.

વડોદરા ખાતે યોજાનાર સંવાદ કાર્યક્રમમાં 1000 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડોદરા શહેર ભાજપ અને જિલ્લા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. ભાજપ તેના ગઢ ગુજરાતમાં લોકસભામાં ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધવા રણનીતિ બનાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 9:45 am, Mon, 10 July 23